મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. દિવાળી ની વાનગીઓ
Written By
Last Updated : શુક્રવાર, 6 નવેમ્બર 2020 (13:07 IST)

ગુજરાતી દિવાળી રેસીપી - મૈસૂર પાક

સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. 
બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. 
 
જ્યારે બેસન થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો.  ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો.  બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો. 
 
જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.  
 
જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે.