ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

milk cake
Last Modified ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (15:32 IST)

મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર પણ સહેલાઈથી બનાવી શકો છો અને આ ખાવામાં પણ ખૂબ લાગે છે. તેથી આજે અમે તમારી મનપસંદ સ્વીટ રેસીપીની વિધિ બતાવીશુ.

સામગ્રી - 3 લીટર દૂધ, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી, 250 ગ્રામ ખાંડ, તેલ, બદામ (ગાર્નિશિંગ)

બનાવવાની રીત - એક મોટી કડાહીમાં દૂધ લઈને ઉકાળો. પછી તેમા 2 ટેબલ સ્પૂન લીબૂનો રસ નાખીને ત્યા સુધી હલાવો જ્યા સુધી દૂધ ફાટવુ શરૂ ન થાય
2. પછી તેમા 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી અને 250 ગ્રામ ખાંડ નાખીને મિક્સ કરતા પકવો.
જ્યા સુધી બધુ મિશ્રણ કડાહીના કિનારાને છોડવા ન લાગે.
3. આ બધા મિશ્રણને તેલથી ગ્રીસ થયેલ એક ટ્રેમાં કાઢીને ઉપરથી બદામથી ગાર્નિશ કરો.
4. આખી રાત ઢાંકીને રાખો.
5. પછી મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.


આ પણ વાંચો :