અંબા ભવાની માં

મા નો ગરબો રે, રમે રાજ ને દરબાર

વેબ દુનિયા|

સાચી રે મારી સત રે ભવાની મા, અંબા ભવાની મા,
હું તો તારી સેવા કરીશ, મૈયા લાલ,
નવ નવ નોરતાંની, પૂજાઓ કરીશમા,
ઉજાગરો કરીશમાં,
વિરાટનો ગરબો તારો ઝીલીશ મૈયાલાલ…..સાચી રે…..

જ્યોતિમાં એક તારી છે જ્યોતિ,
માતાના સતનું ચમકે છે મોતી,
માડી રે મારી શક્તિ ભવાની મા,
જગદંબા ભવાની મા
હું તો તારી આરતી ઉતારું, મૈયાલાલ…..સાચી રે…..
શક્તિ રે, તું તો જગની જનેતા મા,
ભોળી ભવાની મા, અંબા ભવાની માત,
હું તો તારા પગલાં પૂજીશ મૈયાલાલ…..સાચી રે…..

જગમાં તેં જ એક માયા રચાવી,
દર્શન દેવા તું સામે રે આવી;
માડી રે આવો રમવા ભવાની મા,
ગરબે ઘૂમવા ચામુંડા મા,હું તો તારાં ઓવારણાં લઇશ મૈયાલાલ…..સાચી રે….


આ પણ વાંચો :