અંબે મા પાય લાગું રે

મારે મંદિરીએ આવો રે

વેબ દુનિયા|

મારે મંદિરીએ આવો રે
એકવાર, એકવાર, એકવાર મૈયા !
મારે મંદિરીએ આવો રે.
મ્‍હારે મંદિરીએ આવો મ્‍હારી મૈયા !
મારે આંગણિયાં શોભાવો રે... એકવાર.
નાનેરાં બાળપણ આશ ઘણી મોટી,
પૂરી કરીને જ જાવો રે... એકવાર.
આભલાના તારલા હાથમાં રમાડું,
ચાંદલાને ચૂંટી લાવો રે... એકવાર.
કાળ-મહાકાળની પકડાવો ચોટલી,મૃત્‍યુથી અમને બચાવો રે... એકવાર.
કાયાના કાંગરે ફરકાવો વાવટા,
જ્‍યોતિમાં જ્‍યોતિ મિલાવો રે... એકવાર.
પોતાનો જાણીને પાર ઉતારો,
ખૂબ ખૂબ લાડ લડાવો રે.... એકવાર.
‘શંકર' બીજું કાંઈ ના માગે
રાજી કરીને રાજી થાઓ રે... એકવાર.
એકવાર, એકવાર, એકવાર મૈયા !મ્‍હારે મંદિરીએ આવો રે.


આ પણ વાંચો :