નવરાત્રી વિધાન

W.D
જોઈએ. માતાજીનું પૂજન પોતાની વંશપરંપરા અનુસાર કરવું જોઇએ. નવરાત્રીની શરૂઆત પહેલાં પૂજન સામગ્રી એકત્રિત કરી લેવી જોઇએ. નવરાત્રીના પ્રારંભ પહેલા એક દિવસ પૂર્વ વ્રત રાખવું જોઇએ.

નવરાત્રી વિધાનના વિભિન્ન અંગોની માહિતી :-

મંડપ :-

શુભસ્‍થળે સપાટ જમીન ઉપર ચાર દરવાજાવાળો સમચોરસ મંડપ બનાવવો તેમાં સફેદ માટી અને ગોબર થી લીંપણ કરવું તે મંડપની વચ્‍ચે ચાર હાથ પહોળી અને એક હાથ ઉંચી વેદિકા બનાવરી (આ માપ વૈદિક કાળનું હોવાથી હાલના સંજોગોમાં શક્‍ય ન હોય તો જગ્‍યા પ્રમાણે વેદિકા બનાવી તેનાં ઉપર જુવારા વાવવા)

બ્રાહ્મણવરણ -

નવરાત્રી ઉપાસના જો બ્રાહ્મણ દ્વારા કરાવવાની હોય તો બ્રાહ્મણને એક દિવસ પહેલાં આમંત્રિત કરવા જોઇએ. સદાચારી, સંયમશીલ, વેદોમાં પારંગત અને દેવીના રહસ્‍યોના જાણકાર બ્રાહ્મણને જ માતાજીના પૂજન માટે આમંત્રિત કરવા જોઇએ.

પોતાની શક્‍તિ અને સામર્થ્ય પ્રમાણે બ્રાહ્મણને વસ્ત્ર-દીક્ષા આપી સંતુષ્ટ કરવા જોઇએ. બાહ્મણોની સંખ્‍યા 1, 3, 5 અથવા 9 હોવી જોઇએ.

વ્રત સ્‍નાન :-

એકમને દિવસે બ્રહ્મમુહુર્તમાં પવિત્ર નદી, તળાવ, કુવા, સમુદ્ર અથવા ઘરના શુદ્ધ જળે સ્‍નાન કરી શુદ્ધ વસ્ત્રો પહેરી વ્રતનો પ્રારંભ કરવો.

કળશ સ્‍થાપના :-

માતાજી પાસે કળશની સ્‍થાપના કરવી. કળશમાં પવિત્ર તીર્થોનું જળ, પંચરત્‍ન, પંચ પલ્લવ મુકવા અને વેદોક્‍ત વિધીથી સ્‍થાપના કરવી.

માતાજીની મૂર્તિ/ઘટસ્‍થાપના :-

એકમને દિવસે શુભ મુહર્તમાં બપોર પહેલાં માતાજીની મૂર્તિ/ઘટ સ્‍થાપના કરવી.

માતાજીની ઉપાસના દરમ્‍યાન્‌ પાળવાના નિયમો :-

માતાજીની પૂજા-ઉપાસના કરનાર વ્‍યક્‍તિએ નવરાત્રી દરમ્‍યાન શક્‍ય હોય તો ઉપવાસ કરવો અથવા એકટાણું કરવું.

માતાજીની પૂજામાં વિવિધ પુષ્‍પો-ફળો-નૈવૈદ્યનો ઉપયોગ કરવો. સવારે તથા સાંજે માતાજીનું પૂજન કરવું.
રાત્રે જમીન ઉપર સુવું - પલંગ ઉપર સુવું નહિં અને દિવસે સુવું નહિં. નવરાત્રીમાં માતાજીનું પૂજન-હવન કરવું અને બ્રહ્મ ભોજન કરાવવું. નવરાત્રી દરમ્‍યાન - સત્‍ય, શૌચ અને બ્રહ્મચર્યનું પાલન કરવું. મન ને કામ, ક્રોધ, લોભ, મદ અને અહંકારથી મુક્‍ત રાખવું. મનની શુદ્ધિ ઉપાસના દરમ્‍યાન આવશ્‍યક છે.

પૂજન ના અધિકારી :-

વેબ દુનિયા|
માતાજીની નવરાત્રી દરમિયાન તેમની આરાધના કરવાનું વિધાન તે નવરાત્રી વિધાન કહેવાય છે.
નવરાત્રીનું વ્રત શુક્‍લ પક્ષ 1 થી શરૂ થાય છે. ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રીમાં વિશેષ રૂપથી વિધિપૂર્વક માતાજીની ઉપાસના કરવી
દરેક વર્ણોના બાળક, સ્ત્રી, પુરુષ, વૃદ્ધો માતાજીની પૂજા-ઉપાસના ના અધિકારી છે. સંન્‍યાસી, વાનપ્રસ્‍થી, ગૃહસ્‍થે અને બ્રહ્મચારી દરેકને પૂજન નો અધિકાર છે.


આ પણ વાંચો :