બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. ઇસ્લામ
  3. ઈદ
Written By
Last Updated : બુધવાર, 21 જુલાઈ 2021 (07:58 IST)

શા માટે ઉજવાય છે ઈદ-ઉલ-અજહા(બકરીઈદ) અને શું છે કુરબાની ?

કુરબાનીનું પર્વ   ઈદ-ઉલ-અજહા((બકરીદ)  માટે આખો દેશ  તૈયાર છે. ત્યાગ અને બલિદાનનો આ તહેવાર ખૂબ ખાસ છે અને એક ખાસ સંદેશ આપે છે. આ દિવસે બકરાની બલિ અપાય છે. પણ તેના પાછળનો ઉદ્દેશ્ય આ સમજ આપવાની હોય છે કે દરેક માણસ તેના જાન-માલને તેના ભગવાનની અમાનત સમજે અને તેની રક્ષા માટે કોઈ પણ ત્યાગ કે બલિદાન માટે તૈયાર રહે. 
 
આવો જાણીએ આ સાથે સંકળાયેલી ખાસ વાત ઈદ-ઉલ-અહજા(બકરીદ)
ઈદ-ઉલ--અહજા(બકરીદ)ને અરબીમાં ઈદ-ઉલ-જુહા કહે છે. અજહા કે જુહાનો અર્થ છે સવારનો સમય એટલે કે સૂર્ય ડૂબ્યા વચ્ચેનો સમય. આ તહેવારને રમજાનના પવિત્ર મહીનાની સમાપ્તિના આશરે 70 દિવસો પછી ઉજવાય છે. 
 
દીકરાના  કુરબાની હજરત ઈબ્રાહિમ દ્વારા અલ્લાહના હુક્મ પર તેમના દીકરાની કુર્બાની આપવા માટે તૈયાર થઈ જવાની યાદમાં આ તહેવારને ઉજવાય છે. અલ્લાહ હજરત ઈબ્રાહિમની પરીક્ષા લેવા ઈચ્છતા હતા અને તેથી તેને તેમના દીકરા ઈસ્માઈલની  કુરબાની આપવા માટે કહ્યુ. 
 
હજરત ઈબ્રાહિમને લાગ્યું કે  કુરબાની આપતા સમયે તેની ભાવનાઓ વચ્ચે આવી શકે છે તેથી તેણે પોતાની આંખ પર પટ્ટી બાંધી લીધી હતી. 
 
દિકરો નહી પણ બકરો હતો 
 
જ્યારે તેને પટ્ટી ખોલી તો જોયું કે મક્કાના નજીક મિના પર્વતની તે બલિની વેદી ઉપર તેનો દીકરો નહી પણ બકરો  હતો અને તેનો દિકરો  તેની સામે ઉભો હતો. ત્યારથી વિશ્વાસની આ પરીક્ષાના સન્માનમાં વિશ્વભરના મુસલમાન આ અવસરે અલ્લાહમાં તેમની આસ્થા બતાવવા માટે જાનવરની  કુરબાની આપે છે. 
 
બકરાનો અર્થ છે  મોટો જાનવર
 
અરબીમાં બકરાનો અર્થ છે મોટો જાનવર જે જિબહ કરાય(કપાય) છે. તેથી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં તેને બકરીઈદ  કહેવાય છે.
 
ઈદ-એ-કુરબાનીનો અર્થ છે બલિદાનની ભાવના, અરબીમાં કબ્ર નજીક કે બહુ પાસ રહેવાને કહે છે અર્થ આ અવસરે ભગવાન માણસની ખૂબ નિકટ થઈ જાય છે. 
 
ગોશ્ત(માંસ)ને ત્રણ સમાન ભગમાં વહેંચાય છે તેથી આ દિવસે દરેક મુસલમાન જે એક કે વધારે જાનવર ખરીદવાની હેસિયત ધરાવે છે,  એ જાનવર ખરીદે છે અને કુરબાન રહે છે. તેનું માંસ ત્રણ સમાન ભાગમાં વહેચાય છે . એક ભાગ ગરીબો માટે, એક ભાગ સગા-સંબંધીઓ માટે અને એક ભાગ પોતાના માટે હોય છે. જે રીતે ઈદ પર ગરીબને ઈદી અપાય છે , તે જ રીતે બકરીઈદ પર ગરીબોને માંસ વહેચાય છે.