શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. દર્પણ 2011
Written By વેબ દુનિયા|

2011માં ભારતનું વનડેમાં પ્રદર્શન અને શ્રેષ્ઠ ખેલાડીઓ

2011માં વનડે ક્રિકેટમાં ભારતીય ટીમે વિશ્વ ખિતાબ જીતીને સર્વશ્રેષ્ઠ સફળતા મેળવી. 1983 પછી ભારત એક વાર ફરી વિશ્વ વિજેતા બન્યુ. વિશ્વ કપ ઉપરાંત ભારતે આ વર્ષે કુલ પાંચ વનડે શ્રેણીમાં ભાગ લીધો. ભારતે ઈગ્લેંડ અને વેસ્ટઈંડિઝ વિરુદ્ધ બે બે અને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ એક એક શ્રેણી ઘરેલુ મેદાન પર અને એક એક શ્રેણી વિરોધી ટીમોના ઘરઆંગણે રમી.
W.D

વિશ્વકપમાં ભારતે કુલ 8 મેચ રમી, જેમા સાતમાં જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો, જ્યારે એક વનડે ટાઈ રહી. વિશ્વકપ 2011માં ભારતે બાંગ્લાદેશ, નીધરલેંડ, આયરલેંડ, વેસ્ટ ઈંડિઝને લીગ રાઉંડમાં હરાવ્યા, જ્યારે કે ક્વાર્ટર ફાઈનલમાં તેણે ઓસ્ટ્રેલિયાને ,સેમી ફાઈનલમાં પાકિસ્તાનને અને ફાઈનલમાં શ્રીલંકાને હરાવ્યુ. લીગ રાઉંડમાં ભારતને દક્ષિણ આફ્રિકાથી હારનો સામનો કરવો પડ્યો. જ્યારે કે ઈગ્લેંડ વિરુદ્ધ મેચ ટાઈ રહી.

આ રીતે જો કુલ મળીને જોવા જઈએ તો ભારતે 2011માં કુલ 34 મેચ રમી જેમા 21 જીતી, 10 હારી અને બે મેચ પરિણામ વગરની રહી. જ્યારે કે એક મેચ ટાઈ રહી.

વર્ષ 2011માં ભારતીય ખેલાડીઓનું વનડેમાં વ્યક્તિગત પ્રદર્શન


ભારતે આ વર્ષે વિશ્વ કપ જીત્યો જેમા ઘણા ખેલાડીઓને શ્રેષ્ઠતમ યોગદાન આપ્યુ. યુવરાજ સિંહનું પ્રદર્શન વખાણવા લાયક રહ્યુ. યુવી ઓલરાઉંડર પ્રદર્શનના દમ પર મેન ઓફ ધ સીરિઝના હકદાર બન્યા.
W.D

આ હરીફાઈ ભારતના સચિન તેંડુલકર, શ્રીલંકાના તિલકરત્ને દિલશાન અને કુમાર સંગકારા પણ હતા, પરંતુ યુવરાજના ઓલરાઉંડ પ્રદર્શનને જોતા તેમણે આ પુરસ્કાર આપવામાં આવ્યો. યુવરાજે આ વિશ્વ કપમાં નવ મેચોમાં 90.50ના રનરેટથી 362 રન બનાવ્યા. જેમા એક સદી અને ચાર હાફ સેંચુરીનો સમાવેશ છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 113 રન રહ્યો. ટુર્નામેંટમાં તેમણે 39 ચોક્કા અને ત્રણ સિક્સર લગાવી. ચાર વાર તેઓ મેન ઓફ ધ મેચનો પુરસ્કાર જીત્યા. યુવરાજે નવ મેચોમાં 25.13 ની સરેરાશથી સરેરાશ 15 વિકેટ પણ લીધી. તેમણે 75 ઓવર બોલિંગ કરી અને 377 રન આપ્યા. તેમાથી બે ઓવર મેડન પણ રહી.

વીરેન્દ્ર સહેવાગની બેવડી સદી


વનડે ક્રિકેટ ઈતિહાસમાં વીરેન્દ્ર સહેવાગે એક દાવમાં સૌથી વધુ રનોનુ યોગદાન આપ્યુ. ભારતીય ટીમના વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગએ 8 ડિસેમ્બર 2011ના રોજ ઈન્દોર વનડેમાં વેસ્ટઈંડિઝ વનડે ક્રિકેટ ઈતિહાસમાં સૌથી મોટો સ્કોર બનાવ્યો.
W.D

સહેવાગે 219 રનોની રમતમાં 149 બોલનો સામનો કર્યો અને 25 ચોક્કા તેમજ સાત છક્કા લગાવ્યા. સહેવાગ પહેલા વનડે ક્રિકેટમાં સચિન તેંડુલકર બેવડી સદી લગાવી ચુક્યા છે. આ દાવ દરમિયાન સેહવાગે વનડે ક્રિકેટમાં પોતાના આઠ હજાર રન પણ પૂરા કર્યા. સેહવાગે આ રેકોર્ડ પોતાની 240મી વનડેમાં બનાવ્યો.

સચિનના 18 હજાર રન

W.D

સચિને આ વર્ષે ટેસ્ટમાં 15 હજાર રન પૂરા કરવાની સાથે જ વનડે ક્રિકેટમાં 18 હજાર રન પૂરા કર્યા. સચિને 24 માર્ચના રોજ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વિશ્વકપ ક્વાર્ટર ફાઈનલમાં 45મો રન પૂરો કરીને એકદિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમા6 18,000 રન પૂરા કર્યા.

વનડેમાં પદાર્પણ : 2011,માં અજિક્ય રહાણે, વરુણ આરોન, રાહુલ શર્માએ ભારત માટે પોતાની પ્રથમ વનડે મેચ રમી.

ટી- 20 મેચ

ભારતે 2011માં કુલ ચાર ટી-20 મેચ રમી, જેમા બે મેચ ઈગ્લેંડ વિરુદ્ધ હઈ. આ મેચ જુદી જુદી સીરિઝ દરમિયાન મેનચેસ્ટર અને કલકત્તામાં રમાયેલ, જેમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો. એક એક મેચ દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઈંડિઝના વિરુદ્ધ ડરબન અને પોર્ટ ઓફ સ્પેનમાં રમાયુ, જેમા ભારતીય ટીમને જીત મળી.

આ આંકડા ભારત-ઓસ્ટ્રેલિયા ક્રિકેટ શ્રેણી પહેલાના છે.