સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. નવરાત્રોત્સવ
  4. »
  5. ફરાળી વાનગીઓ
Written By વેબ દુનિયા|

માતાજીનો પ્રસાદ - પંચામૃત અને રવાનો શીરો

પંચામૃત

સામગ્રી - બે કપ દહીં, 2 કપ દૂધ, 5 ચમચી ખાંડ, 2 ચમચી ઘી, 2 ચમચી મધ.

બનાવવાની રીત - સૌ પ્રથમ દહીં અને દૂધને મિક્સ કરી તેમા ખાંડ નાખી સારી રીતે હલાવો. હવે ઘી અને મધ નાખી સારી રીતે મિક્સ કરી લો. પંચામૃત તૈયાર છે. આ પ્રસાદ બધી પૂજામાં અગ્રસ્થાને હોય છે.


રવાનો શીરો

સામગ્રી - 525 ગ્રામ રવો (સવા શેર), સવા લિટર દૂધ, 525 ગ્રામ ખાંડ, ઈલાયચી વાટેલી 10 ગ્રામ, કિશમિશ 50 ગ્રામ, કાજુ-બદામની કતરન-50 ગ્રામ.

બનાવવાની રીત - એક જાડા તળિયાના તપેલામાં ઘી ગરમ કરો. હવે તેમા રવો નાખીને તેને બદામી થતા સુધી સેકો. રવાની સુગંધ આવે એટલે તેમા દૂધ નાખી થવા દો. ઘટ્ટ થાય કે તેમા ખાંડ નાખી સારી રીતે હલાવી મિક્સ કરો. ખાંડનુ પાણી સૂકાય જાય કે તેમા ઈલાયચીનો ભૂકો નાખો. હવે ઉપરથી કાજુ-બાદામની કતરન ભભરાવી દો. લો તૈયાર છે માતાજીનો પ્રસાદ.