શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 22 જુલાઈ 2024 (16:33 IST)

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

priyanka chopra
priyanka chopra
બોલીવુડથી હોલીવુડની ઉડાન ભરનારી પ્રિયંકા ચોપડા હાલ એક પછી એક કમાલના પ્રોજેક્ટ્સ કરી રહી છે. પોતાના અભિનયથી લોકો પર છાપ છોડનારી પ્રિયંકા ચોપડા પોતાના દરેક રોલને ખાસ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે.  તે દરેક રોલમાં જીવ ફૂંકી દે છે.   તાજેતરમા જ અનંત અંબાની અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં ભાગ લીધા પછી તે પોતાના કામ પર પરત ફરી છે.   પ્રિયંકા ચોપડા ઓસ્ટ્રેલિયામા પોતાની આગામી ફિલ્મનુ શૂટિંગ કરી રહી છે.  આ ફિલ્મના સેટ પરથી તેની ઘણી તસવીરો સામે આવી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરો જોઈને ફેંસ  આશ્ચર્યચકિત થઈ ગયા છે.   ઉલ્લેખની ય આમાં પ્રિયંકાનો અનોખો લુક જોઈ શકાય છે. તેનો આવો લુક પહેલા ક્યારેય જોવા મળ્યો ન હતો. આ જોઈને લોકો તેની સરખામણી હાર્દિક પંડ્યા સાથે પણ કરી રહ્યા છે. એટલું જ નહીં, ચાહકોનું કહેવું છે કે અભિનેત્રીનો આ નવો દેખાવ એકદમ વિચિત્ર છે.
વાયરલ થઈ પ્રિયંકાની તસ્વીરો 
ઉલ્લેખનીય છે કે હાલ પ્રિયંકા ચોપડા ધ બ્લફનુ શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મ માટે તેને વિચિત્ર લુક અપનાવ્યુ છે. આ ફિલ્મના સેટ પરથી અભિનેત્રીના નવા લુકની અનેક તસ્વીરો વાયરલ થઈ રહી છે.  તે ફ્રૈક ઈ ટાવર્સની પીરિયડ એક્શન ફિલ્મ ધ બ્લફમાં એક સમુદ્રી ડાકૂની ભૂમિકા ભજવી રહી છે. લીક થયેલી તસ્વીરોમાં તેને એક સમુદ્રી ડાકૂ જહાજ પર એક સીક્વેંસ વચ્ચે બતાવ્યુ છે.  તે એક કાલી સ્પેગિટી પહેરેલી જોવા મળી રહી છે.  તેમને પોતાના વાળ  વિચિત્ર  રીતે કપાવ્યા છે અને આ હેયરસ્ટાઈલ હવે ચર્ચાનો વિષય બની ગયો છે.