બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 22 જુલાઈ 2024 (13:23 IST)

T20મા આ કારણે હાર્દિક પંડ્યા ન બની શક્યા ટીમ ઈંડિયાના કપ્તાન, ચીફ સેલેક્ટરે ખુદ કર્યો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમે તાજેતરમાં જ ટી20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાને નામે કર્યો હતો. વર્લ્ડકપના ફાઈનલમાં ટીમ ઈંડિયાની જીત પછી ભારતીય કપ્તાન રોહિત શર્માએ ટી20 ફોર્મેટમાંથી સંન્યાસનુ એલાન કરી દીધુ હતુ. ત્યારબાદ વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન ભારત માટે સૌથી મોટો પડકાર ટી20માં નવા કપ્તાનની પસંદગીનો હતો. એવુ માનવામાં આવી રહ્યુ હતુ કે વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ઉપકપ્તાન રહેલા હાર્દિક પડ્યાને ટીમની કપ્તાની સોંપવામાં આવશે. પણ જ્યારે શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરીઝ માટે ભારતીય ટીમના સ્કવાડનુ એલાન કરવામાં આવ્યુ. ત્યારે હાર્દિક પડ્યા કપ્તાન તો જવા વાઈસ કેપ્ટન પણ નહોતા.  આવામાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે બીસીસીઆઈએ આવો નિર્ણય કેમ લીધો.  હવે આ સવાલનો જવાબ ભારતીય ટીમના ચીફ સિલેક્ટર અજીત અગરકરે લીધો છે. 
 
હાર્દિકના સ્થાને સૂર્યા બન્યા કપ્તાન 
ટીમ ઈંડિયા શ્રીલંકા વિરુદ્ધ સીરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ શ્રેણીના શરૂ થતા પહેલા ટીમ ઈંડિયા નવા હેડ કોચ ગૌતમ ગંભીર અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે પ્રેસ કૉન્ફ્રેંસ કરી છે અને આ દરમિયાન બંનેએ મીડિયાના અનેક સવાલોના જવાબ આપ્યા. અજીત અગરકરે આ દરમિયાન ટીમ ઈંડિયાની ટી20 કપ્તાની સાથે જોડાયેલ એક સવાલનો જવાબ આપતા કહ્યુ કે સૂર્ય કુમાર યાદવને કપ્તાન બનાવ્યા કારણ કે તેઓ યોગ્ય કેંડીડેટમાંથી એક છે.  તેઓ બેસ્ટ ટી20 બેટ્સમેનોમાંથી એક છે.  તમે એવા કપ્તાન ઈચ્છો છો જે બધી મેચ રમે.  હાર્દિક પડ્યાની ફિટનેસ તેમને માટે એક પડકાર રહી છે. અજીત અગરકરે સ્પષ્ટરૂપે કહ્યુ કે હાર્દિક પડ્યાની ફિટનેસ તેમના માટે સમસ્યા છે. 
 હકીકતમાં, તાજેતરના દિવસોમાં એવું જોવામાં આવ્યું છે કે હાર્દિક પંડ્યાની ફિટનેસ ખૂબ જ ખરાબ છે અને તે ફિટનેસના કારણે મોટા પ્રસંગોમાં રમી શક્યો નથી. આ સિવાય અગરકરે એમ પણ કહ્યું કે કેપ્ટનશિપનો નિર્ણય લેતા પહેલા ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા.