સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

ફેંગશુઈ અને મીણબત્તીઓ

N.D
દિવાળી પર દરેક ઘરમાં મીણબત્તીઓ સળગાવવામાં આવે છે. મીણબત્તી ખરીદતી વખતે તેના આકાર અને રંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. મીણબત્તી ફેંગશુઈના મુખ્ય તત્વોમાંની એક છે. ચીનના પ્રાચીન નિવાસીઓનું માનવું હતું કે વિશ્વની દરેક વસ્તુ અગ્નિ, પૃથ્વી, ધાતુ, જળ અને કાષ્ઠથી બનેલ છે અને ત્યાંના જ્યોતિષ શાસ્ત્રના આ પાંચ તત્વો માનવામાં આવે છે.

ઉત્પાદન ચક્રમાં કાષ્ઠ અગ્નિનું પોષણ કરે છે. અગ્નિ બળીને પૃથ્વીની રચના કરે છે. પૃથ્વી આપણને ધાતુ આપે છે અને ધાતુ દ્રવ્યમાન થઈને જળ ઉત્પન્ન કરે છે. જળ કાષ્ઠનું પોષણ કરે છે. આ રીતે વિનાશચક્રમાં અગ્નિ ધાતુને ગાળી દે છે. ધાતુ કાષ્ઠને નષ્ટ કરે છે, કાષ્ઠ પૃથ્વીનું શોષણ કરે છે. પૃથ્વી જળને બાંધે છે અને જળ અગ્નિને બુઝાવી દે છે. અગ્નિ તત્વના પ્રભાવને જોઈને ફેંગશુઈની મીણબત્તીનો રંગ ખુબ જ મહત્વ ધરાવે છે. ફેંગશુઈના નિયમોને અનુસાર રંગ કેટલીયે બાબતોનું પ્રતિક છે અને મીણબત્તી પર પણ આ નિયમ લાગુ પડે છે. અલગ-અલગ રંગ અને આકારવાળી મીણબત્તીઓ વિભિન્ન તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આટલુ જ નહિ જે સ્થળે તમે મીણબત્તી લગાડો છો તેનો પણ પોતાનો એક ખાસ પ્રભાવ હોય છે. તો જાણો દરેક મીણબત્તી શેનું પ્રતિક છે અને તેમાં શું ખાસિયત છે: -

પીળી ફેંગશુઈ મીણબત્તી : આ પૃથ્વીનું પ્રતિક છે આનો પ્રયોગ સૌહાર્દ અને સંબંધને કાયમ કરવા માટે કરવામાં આવે છે. આનો અર્થ છે કે તમે તમારા સંબંધોમાં સૌહાર્દ અને ગરમાહટ લાવવા માંગો છો તો પીળા રંગની મીણબત્તીઓ લગાડવી ફાયદાકારક રહેશે.

લાલ ફેંગશુઈ મીણબત્તી : આ આગનું પ્રતિક છે આનો પ્રયોગ ખ્યાતિ અને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે.

સફેદ ફેંગશુઈ મીણબત્તી : આ મીણબત્તી બે અલગ અલગ વસ્તુઓનું પ્રતિક છે. પહેલું સફેદ મીણબત્તી સ્વર્ગનું પ્રતિક છે અને આ સહાયક મિત્રો, શિક્ષકો અને લક્ષ્યની પ્રાપ્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ ખુશી, બાળકો અને સર્જનના પ્રકાશને પણ દર્શાવે છે.

નારંગી રંગની ફેંગશુઈ મીણબત્તી : આ છેલ્લી મહત્વપુર્ણ ફેંગશુઈ મીણબત્તી છે, જેના 3 અલગ અલગ પ્રયોગ છે. પહેલો આ પર્વત, વિવેક અને શાંતિનું પ્રતિક છે. બીજો નારંગી રંગની મીણબત્તી ધનની ઉન્નતિ માટે પ્રયોગમાં લેવાય છે. આ સુર્યનું પ્રતિક છે. ત્રીજુ આ રંગની મીણબત્તી પાણીનું પણ પ્રતિક છે, જે વ્યવસાય અને જીવનના અન્ય ક્ષેત્રોમાં પણ મદદ કરે છે. આખા ઘરમાં લાઈનમાં ફેંગશુઈની મીણબત્તીઓ મુકવી અને સળગાવવી તે આપણા જીવનમાં સમસરતા વધારવામાં મદદ કરે છે. આનાથી સંતુલન વધે છે અને જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં સુધાર પણ થાય છે.