ફેંગશૂઈ

દેવાંગ મેવાડા|
પ્રકૃતિના દરેક તત્વો જીવંત છે અને વ્યક્તિના નસીબ પર તથા તેના લાભ-હાનીમાં આ તમામ તત્વો થોડે-ઘણે અંશે અસર કરે છે. જો આપણી આસપાસની વસ્તુઓની જગ્યામાં આપણે થોડો ફેરફાર કરીએ તો તેની નકારાત્મક અસર દૂર થાય અને આપણા માટે તે ફાયદાકારક બની શકે છે તેવી ચીનની પ્રાચિન માન્યતાને આધારે ફેંગશૂઇ પધ્ધતી વિકસાવાઇ છે. પ્રાકૃતિક તત્વોને અનુરૂપ થવાની આ પધ્ધતી કેટલી અસરકારક છે, તે કદાચ વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે કહેંવું મુશ્કેલ છે, પરંતુ જુની માન્યતાઓ પ્રમાણે તે અસરકારક છે.

ફેંગશૂઇ એક એવી ચાઈનીઝ જીવન પધ્ધતી છે, જેમાં ભૌગોલિક,ધાર્મિક,તત્વશીલ,ગાણિતીક તથા જ્યોતિષશાસ્ત્રનાં કેટલાક અંશો પણ રહેલા છે. ફેંગશૂઇને ચાઇનીઝ શબ્દ ગણી શકાય.આપણી ભાષામાં તેને સમજીએ તો ફેંગ એટલે પવન અને શૂઇ એટલે પાણી. પ્રકૃતિના આ બન્ને તત્વોને અનુરૂપ થવાની આ કોઇ સીધીસાદી સુશોભન પધ્ધતી નથી,પરંતુ તેમાં સુશોભનની જુદી-જુદી ઘણી માર્ગદર્શક રીતોને અનુસરવામાં આવે છે. એક ચાઇનીઝ લેખકનાં મંતવ્ય અનુસાર હવાની કોઇ સીમા નક્કી કરી શકાતી નથી. એટલા માટે એમ મનાય છે કે જ્યાં પાણીને હવાનો સ્પર્શ થાય ત્યાં જ હવાની મર્યાદા આવી જાય છે.

હવા અને પાણીનું ધરતી પર આધિપત્ય હોવાથી તે સર્વત્ર વ્યાપ્ત છે, તેથી જ આ રીતને ફેંગ શૂઇ કહેવામાં આવે છે. પકૃતિનો સુમેળ સાધીને યોગ્ય જગ્યાનો ઉપયોગ કરીને ફેંગશૂઇની હકારાત્મક અસર પ્રાપ્ત કરી શકાય છે. જ્યારે પ્રકૃતિથી વિપરીત જવાથી ફેંગશૂઇની નકારાત્મક અસર પ્રાપ્ત થાય છે.

કેટલીક વ્યક્તિઓ એ જણાવી શકતી નથી કે તેમના માટે ફેંગશૂઇ કેટલી હકારાત્મક કે નકારાત્મક છે, પરંતુ ફેંગશૂઇમાં માનનારી વ્યક્તિઓ જણાવે છે કે વ્યક્તિની પર્સનાલિટી અને તેના હકારાત્મક અભિગમમાં તેની આસપાસની વસ્તુઓ તથા ફેંગશૂઇની અસર થાય તે શક્ય છે.
ફેંગશૂઇમાં પવન અને પાણીને અનુરુપ થવાની વાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કેમકે પૃથ્વી પર જીવન માત્ર આ બન્ને તત્વોને કારણે જ શક્ય છે અને આ બન્ને તત્વોને અનુરુપ થવાની પ્રક્રિયા આપણને ફેંગશૂઇ દ્વારા જાણવા મળે છે. જમીન પર કોઇપણ વસ્તુની જગ્યા અને દિશા નક્કી કરવી, જેના દ્વારા આપણે ફેંગશૂઇનો મહત્તમ હકારાત્મક પ્રવાહ મેળવી શકીએ. આધુનિક વિચારધારા પ્રમાણે વિચારીએ તો જ્યારે આપણે જગ્યા ખરીદવા જઇએ ત્યારે જો કોઇ બાબતને સૌથી વધારે પ્રાધાન્ય આપતા હોઇએ તો તે માત્રને માત્ર જગ્યા જ છે.
ફેંગશૂઇમાં દિશાઓની કરેલી પ્રાથમિક વહેંચણી પ્રમાણે ઉત્તરમાં પાણી, દક્ષિણમાં અગ્નિ, પૂર્વમાં લાકડું, પશ્વિમમાં ધાતુ, ઉત્તર-પશ્વિમમાં ધાતુ, ઉત્તર-પૂર્વ તથા દક્ષિણ-પશ્વિમમાં પૃથ્વીતત્વ, દક્ષિણ-પૂર્વમાં લાકડાનું તત્વ રાખવાનું કહેવાયું છે.


આ પણ વાંચો :