મંગળવાર, 13 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. વાયરલ અને ટ્રેંડિંગ સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 19 ડિસેમ્બર 2025 (15:50 IST)

યૂપીના જાણીતા ઢાબામા દહીંની સાથે પીરસવામાં આવ્યો મરેલો ઉંદર, વીડિયો વાયરલ, સરકારે લીધી એક્શન

Samrat Dhaba Ghazipur
Samrat Dhaba Ghazipur
UP News: ઉત્તર પ્રદેશના ગાજીપુર (Ghazipur) માં એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે.  ગાજીપુર-વારાણસી હાઈવે પર સ્થિત શહેરના સૌથી ચર્ચિત અને જૂના સમ્રાટ ઢાબા (Samrat Dhaba) માં ગ્રાહકોને પીરસવામાં આવેલ દહી ની પ્લેટમાં એક મરેલો ઉંદર મળ્યો છે. ગ્રાહકોને પીરસવામાં આવેલ દહીની પ્લેટમાં એક મરેલો ઉંદર મળ્યો છે. આ ઘટના પછી ઢાબા પર હડકંપ મચી ગયો અને પ્રશાસનને તત્કાલ કાર્યવાહી કરતા ઢાબાને સીલ કરી દીધુ છે. મળતી માહિતી મુજબ ગુરૂવારે ગાજીપુર-વારાણસી હાઈવે પર સ્થિત સમ્રાટ ઢાબા પર કેટલાક ગ્રહકો જમવા માટે પહોચ્યા હતા. જ્યારે તેમણે જમવા સાથે દહીનો ઓર્ડર આપ્યો તો પ્લેટમાં મરેલો ઉંદર જોઈને તેના હોશ ઉડી ગયા. ગ્રાહકોએ તરત જ તેનો વિરોધ કર્યો અને દહીની પ્લેટમાં પડેલ ઉંદરનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી નાખ્યો.   

 
વીડિયો થઈ ગયો વાયરલ 
જોત જોતામાં આ વીડિયો ઈંટરનેટ પર આગની જેમ ફેલાય ગયો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દહી ની વાડકીની વચોવચ એક મરેલો ઉંદર પડ્યો છે. સ્થાનીક લોકો અને હાઈવે પરથી પસાર થનારા મુસાફરોમાં આ ઘટનાને લઈને ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.  
 
વહીવટી તંત્રએ સીલ કર્યો ઢાબો 
આ વીડિયો વાયરલ થયા અને ફરિયાદ મળ્યા પછી, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA) તાત્કાલિક કાર્યવાહીમાં આવ્યું. અધિકારીઓની એક ટીમે ગુરુવારે રેસ્ટોરન્ટ પર દરોડો પાડ્યો. અસ્વચ્છતા અને બેદરકારીના નોંધપાત્ર પુરાવા મળ્યા બાદ, વિભાગે તાત્કાલિક સમ્રાટ રેસ્ટોરન્ટને સીલ કરી દીધું. વિભાગે ખોરાકના નમૂના પણ એકત્રિત કર્યા અને તેમને પરીક્ષણ માટે પ્રયોગશાળામાં મોકલ્યા.