સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. »
  3. ફેંગશુઈ
  4. »
  5. ફેંગશુઈ લેખ
Written By વેબ દુનિયા|

સજાવટ પણ અને ફેંગશુઈ પણ

W.DW.D

આજના યુગમાં આમ તો જોવા જઈએ તો ખાસ કરીને લોકો એ ધ્યાન રાખતાં હોય છે કે તેમના મકાનની દિશા બિલકુલ અનુરૂપ હોય. લોકો વાસ્તુના નિયમોને ધ્યાનમાં રાખીને પોતાના ઘરનું નિર્માણ કરે છે. પરંતુ દરેક દિશા દરેક વ્યક્તિ માટે યોગ્ય નથી હોતી. આ સિવાય એ પણ હકીકત છે કે જે વ્યક્તિ સ્વયંનું ઘર નથી બનાવી શકતી તેમણે ભાડાનું મકાન ગમે ત્યાં મળે તે પણ સ્વીકારી લેવું પડે છે. આવી સ્થિતિની અંદર ઘરવાળા ખુબ જ હેરાન થઈ જાય છે. શું કરવું છે તે સમજવું મુશ્કેલ થઈ જાય છે.

ઘરની અંદર કોઇ પણ તોડફોડ વિના ફેંગશુઈના સાધનોનો ઉપયોગ કરીને તમે ઘરને તમારા અનુરૂપ બનાવી શકો છો. આ સાધનોનો ઉપયોગ કરીને ફેંગશુઈની સકારાત્મક ઉર્જાના પ્રવાહમાં વૃધ્ધિ કરી શકાય છે. આનાથી તમારી આર્થિક સમસ્યા, વૈવાહિક જીવન, બાળકોનું સ્વાસ્થ્ય વારંવાર બગડવું, ઘરમાં સમૃધ્ધિ, કોઇ પણ વાત વિના લડાઈ ઝગડો, પડોશી સાથે અણબન વગેરે સમસ્યાઓથી છુટકારો મળી શક છે.

માછલીઓ, દર્પણ, ક્રિસ્ટલ, ઘંટડી, બાંસુરી, કાચબો, હાસ્ય વેરતાં બુધ્ધ, ચીની સિક્કા, જીવન યાન આ બધા જ મૂળભુત નિવારક છે જે તમારી સમસ્યા દુર કરીને તમારા જીવનને સુખી બનાવે છે.