રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. ફેંગશુઈ
  3. ફેંગશુઈ સલાહ
Written By
Last Updated : બુધવાર, 5 ડિસેમ્બર 2018 (10:53 IST)

ફેંગશુઈ ગાયને સ્થાપિત કરવાથી મળે છે ગુણવાન સંતાન.. ક્લિક કરી જાણો અન્ય લાભ

ચીની વિદ્યા ફેગશુઈમાં આમ તો અનેક ગેઝેટ પ્રચલિત છે. પણ ગાયને વિશિષ્ટ મહત્વ આપવામાં આવ્યુ છે. ફેંગશુઈનુ પણ કામ પણ માનવુ છે કે ગાય કામઘેનુ મતલબ કામના પૂર્તિ કરનારી અને માનસિક શાંતિ આપે છે.  એવુ માનવામાં આવે છે કે પોતાના વાછરડાને દૂધ પીવડાવી રહેલ ગાયનુ પ્રતીકના રૂપમાં ઘરને સ્થાપિત કરવાથી ફક્ત ને ફક્ત યોગ્ય સંતાનની જ પ્રાપ્તિ થાય છે. પણ એવી સંતાન કે જેને ક્યારેય ધનનો અભાવ નથી થતો. ફેગશુઈમાં ગાયના મહત્વને લગભગ એ જ રીતે સ્વીકાર્યુ છે.  જે રીતે હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં. હિન્દુ માન્યતા મુજબ ગાયમાં 33 કોટિ દેવી દેવતાઓનો વાસ માંનવામાં આવે છે. વાસ્તુ વિશેષજ્ઞ મુજબ જાણો ફેગશુઈમાં ગાયને સ્થાપિત કરવાના લાભ 
 
આ રીત બનશે ઘર સ્વર્ગથી પણ સુંદર 
 
સંતાન પ્રાપ્તિ માટે રાખો વાછરડાને સ્તનપાન કરાવી ગાય 
 
બજારમાં આ ગેઝેટ અનેક રૂપે મળે છે. તેમાથી એક રૂપ ક હ્હે પોતાના વાછરડાને સ્તનપાન કરાવી રહેલ ગાયનુ. ફેંગશુઈનુ માનવુ છેકે આ પ્રતીક રૂપને ઘરમાં સ્થાપિત કરવાથી નિસંતાનતા અને ઈનફર્ટિલિટી જેવી સમસ્યાઓથી મુક્તિ મળે છે. અને સ્વસ્થ અને ગુણવાન સંતાનની પ્રાપ્તિત થાય છે. 
 
મુદ્રા એટલે કે સિક્કાનો ઢગલા પર બેસેલી ગાયનુ પ્રતિક રૂપ ફેંગશુઈમાં ખાસુ લોકપ્રિય છે. એવુ પ્રતીક રૂપ ઘર કે ઓફિસમાં ક્યાય પણ સ્થાપિત કરી શકાય છે. જે પરિવાર અને સંસ્થા માટે સૌભાગ્ય અને સમુદ્ધિ આમંત્રિત કરે છે. 
 
માનસિક શાંતિમાં પણ કરે છે મદદ 
 
આજનો મનુષ્ય અતિ મહત્વાકાંક્ષી છે જેના સપના પુરા ન થતા તે અશાંત અને વ્યાકુળ થઈ જાય છે. આવા વ્યક્તિઓને માનસિક શાંતિ માટે ફેગશુઈ ગાયને ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.  આ ગેઝેટ માનસિક શાંતિ પ્રદાન કરવા ઉપરાંત આપણી યોગ્ય ઈચ્છાઓને પૂરી કરવામાં મદદરૂપ પણ થાય છે.  મુશ્કેલીઓનો સામનો કરવાની શક્તિ પ્રદાન કરે છે.  આવા ઘરમાં દક્ષિણ પૂર્વમા સ્થાપિત કરવા જોઈએ. તેને તસ્વીરના રૂપમાં પણ દિવાલ પર લગવી શકાય છે. 
 
જો તમને લાગે છે કે તમારી મહેનતનુ યોગ્ય ફળ નથી મળી રહ્યુ તો ફેગશુઈ ગાયને તમારા ઓફિસના ટેબલ પર સ્થાપિત કરો. આ તમને મહેનતનુ યોગ્ય પ્રતિફળ આપવામાં સહાયક રહેશે.  આ ખૂબીઓને કારણે તેને ઉપહારમાં પણ આપી લઈ શકાય છે. 
 
અભ્યાસમાં એકાગ્રતા અને પરીક્ષામાં સફળતા મેળવવા માટે તેને વિદ્યાર્થીઓના સ્ટડી ટેબલ પર મુકવુ જોઈએ.