સોમવાર, 18 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. વાસ્તુ
  3. વાસ્તુ સલાહ
Written By
Last Updated : રવિવાર, 9 સપ્ટેમ્બર 2018 (12:16 IST)

વાસ્તુ ટિપ્સ - આ સહેલા ઉપાયોથી તમારા પર ગણેશજીની કૃપા સદા રહેશે

ગણેશજીને દુનિયાના અલગ-અલગ દેશોમાં અલગ-અલગ સ્વરૂપમાં પૂજવામાં આવે છે પરંતુ દરેકમાં એક જ અનુભવ છે. સામાન્ય વાસ્તુ પ્રમાણે ગણપતિની મૂર્તિનો આગળનો ભાગ ખૂબ જ લાભદાયી છે તેમજ તેની પીઠનો ભાગ તેટલો જ દરિદ્ર છે.
 
ઘરમાં ગણપતિની એક મૂર્તિ ખૂબ જ શ્રેષ્ઠ ગણવામાં આવે છે, પરંતુ એક કરતા વધારે મૂર્તિ અપશુકનિયાળ ગણાય છે, જેમાં અષ્ટમંગલ એક અપવાદ છે. સવા સાત ઇંચથી નવ ઇંચ સુધીના ગણપતિ શુભ ગણાય છે. ઉપરાંત પોણા બે ઈચના ગણપતિ અતિ ઉત્તમ છે. ગણપતિ નત્ય મુદ્રા કરતા સામાન્ય મુદ્રામાં શુભ ગણવામાં આવે છે. સુનીલ ઢબુવાલા, વાસ્તુ એક્સપર્ટ
 
-  જે ઘરમાં ગણેશજીની પૂજા થાય છે ત્યાં સમૃદ્ધિ વરસે છે અને લાભ પણ થાય છે. ગણેશજીની સ્થાપના પોતાના ઘરના દ્વારની ઉપર અથવા ઇશાન ખૂણામાં કરીને પૂજા કરી શકાય છે પરંતુ ગણેશજીને ક્યારેય તુલસી ના ચઢાવશો અને અર્પણ પણ ના કરશો.
 
- ગણપતિને દૂર્વા અને મોતીચૂરના લાડુનો ભોગ ધરાવવાથી અને શ્રીલક્ષ્મીજીના ચિત્રની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવાથી ક્યારેય ધનની ઊણપ વર્તાતી નથી.
 
-  દુકાન અથવા અન્ય વ્યવસાય માટેના સ્થળના ઉદ્ઘાટન વખતે ચાંદીની એક વાડકીમાં ધાણા નાખીને તેમાં ચાંદીની લક્ષ્મીજી અને ગણેશજીની મૂર્તિ મૂકવી. ત્યારબાદ આ વાડકીને પૂર્વ દિશા તરફ મૂકવી. દરરોજ દુકાન ખોલતી વખતે પાંચ અગરબત્તી વડે પૂજન કરવાથી વ્યવસાયમાં ઉન્નતિ થાય છે.
 
- દરરોજ ગણેશજીનું પૂજન કરીને તેમનો મંત્ર ‘ઓમ્ ગં ગણપતયે નમઃ’ નો જપ કરી પરીક્ષા આપવા જાઓ તેમાં ચોક્કસ સફળતા મળે છે.
 
- અભ્યાસ કરતાં વિદ્યાર્થીને જે વિષય અઘરો લાગતો હોય તે વિષયના પુસ્તકમાં ગણેશજીનું ચિત્ર તથા દૂર્વા રાખવાથી આ વિષય સરળ લાગવા લાગશે.
 
-  બુધવારના દિવસે વ્રત રાખી બુધ સ્તોત્રનો પાઠ કરવાથી અને ગણેશજીને મગના લાડુ ધરાવવાથી સારો કામ-ધંધો કે નોકરી મળી જાય છે.
 
-  રવિવારે પુષ્યનક્ષત્રમાં શ્વેત આકડાના મૂળને લાવી તેમાંથી શ્રીગણેશજીની મૂર્તિ બનાવવી. પછી તેના પર સિંદૂર અને દેશી ઘીના મિશ્રણનો લેપ કરી એક જનોઈ પહેરાવી પૂજા ઘરમાં સ્થાપવી. તે પછી તેમની સમક્ષ શ્રીગણેશ મંત્રની ૧૧ માળાનો જપ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.
 
-  જો મકાનમાં દ્વાર વેધ હોય તો ત્યાં રહેવાવાળા હંમેશાં મુશ્કેલીઓમાં રહે છે. મકાનના દ્વારની સામે જો વૃક્ષ, મંદિર, થાંભલો વગેરે હોય તો તેને દ્વાર વેધ કહી શકાય. આવા દ્વાર પર ગણેશજી બેઠેલા હોય તેવી મૂર્તિ કે પ્રતિમા લગાવવી જોઇએ. તેનો આકાર અગિયાર આંગળીથી વધારે હોવો જોઇએ નહીં. જે રવિવારે પુષ્યનક્ષત્ર હોય ત્યારે સફેદ રંગના પથ્થરમાંથી બનેલ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઇએ. તેને સંપૂર્ણ સ્વાર્થસિદ્ધિકારક કહેવામાં આવે છે.
 
- કલા અથવા શિક્ષણમાં વિકાસ માટે ગણેશજીની પૂજા કરવી હોય તો નૃત્ય કરતાં ગણેશજીની પ્રતિમા જ લગાવવી જોઇએ.
 
-  ઘરના મુખ્ય દ્વારની ઉપર ગણેશજીનું ચિત્ર અથવા મૂર્તિ રાખવી. તેમનું મખ ઘરની અંદર તરફ રહે એ રીતે રાખવી. તેનાથી ધનલાભ થાય છે.
 
-  બુધવારે શ્રીગણેશજીનું પૂજન કરી ગાયને ઘાસ ખવડાવવાથી સાસુ તરફ વહુનો વ્યવહાર ખરાબ હોય તો તે સારો થાય છે.
 
-  બુધવારે ઉપવાસ રાખીને ગણેશજીનું પૂજન-સાધના કરવાથી બુધ ગ્રહના દોષો દૂર થાય છે.
 
-  ગણેશચતુર્થીના દિવસે શ્રીગણેશ સ્તોત્રનો પાઠ કરીને ભગવાનને પ્રાર્થના કરવાથી પિતા-પુત્રના સંબંધોમાં મધુરતા આવે છે.
 
-  એક સોપારીની ગણપતિ રૂપે ઘરમાં સ્થાપવી. તે પછી તેનું દરરોજ પૂજન કરીને કામ પર જવામાં આવે તો કામ સફળ થાય છે.
 
-  ભગવાન શ્રીગણેશને દરરોજ સવારે લાડુનો ભોગ ધરાવવાથી ધન-લાભનો માર્ગ ખૂલી જાય છે.
 
- પરીક્ષા આપતાં પહેલાં ગણેશ મંત્રનો ૧૦૮ વખત જપ કરવો અને ગણપતિને સફેદ દૂર્વા અર્પણ કરવા. તેનાથી પરીક્ષામાં જરૂર સફળતા મળે છે.
 
 - ઘરની બહાર કોઈપણ કામે જતાં પહેલાં ગણશે મંત્ર ‘ઓમ્ ગં ગણપતયે નમઃ’ના અગિયાર વખત જપ કર્યા પછી જ ઊંબરા બહાર પગ મૂકવો. તેનાથી દિવસ દરમિયાન કોઈપણ કામમાં વિઘ્નો આવતાં નથી. બધું જ કામ નિર્વિઘ્ને સંપન્ન થાય છે.