ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુતહેવારો
Written By વેબ દુનિયા|

કેવી રીતે કરશો કરવા ચોથ ?

કરવા ચોથ વ્રતમાં શુ કરશો ?જાણો વિધિ

W.D
કરવા ચોથ વ્રત કાર્તિક કૃષ્ણની ચંદ્રોદયવ્યાપિની ચોથના દિવસે કરવામાં આવે છે. જો બે દિવસની ચંદ્રોદય વ્યાપિની હોય તો બંને દિવસે અને ન હોય તો ' માતૃવિદ્યા પ્રશસ્યતે' અનુસાર પૂર્વવિદ્યા લેવી જોઈએ. સૌભાગ્યવતી કે પતિવ્રતા સ્ત્રીયો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ વ્રત છે. સ્ત્રીયો આ વ્રતને પતિના લાંબા આયુષ્ય માટે કરે છે. આ વ્રત જુદી જુદી જગ્યાએ ત્યાની પ્રચલિત માન્યતાઓને અનુરૂપ રાખવામાં આવે છે. આ માન્યતાઓમાં થોડું ગણુ અંતર હોય છે, પણ આખરે સાર તો તેનો એક જ હોય છે - પતિનું દીર્ઘ આયુષ્ય. અહીં અમે તમને વ્રત કરવાની વિધિ બતાવી રહ્યા છીએ.

- કરવા ચોથમાં જોઈતી જરૂરી સામગ્રીને ભેગી કરો.

- વ્રતના દિવસે સવારે સ્નાન વગેરે કરીને આ સંકલ્પ બોલીને કડવા ચોથના વ્રતનો પ્રારંભ કરો.

'मम सुखसौभाग्य पुत्रपौत्रादि सुस्थिर श्री प्राप्तये करक चतुर्थी व्रतमहं करिष्ये।'

- આખો દિવસ નિર્જળ રહો.

- દિવાલ પર ગેરુથી લીંપીને તેના પર વાટેલા ચોખાના લેપથી કરવા (નીચે આપેલ ચિત્ર) નું ચિત્ર બનાવો.

W.D


- શીરો-પુરી અને પાકાં વ્યંજન બનાવો

- પીળી માટીથી પાર્વતી બનાવો અને તેમના ખોળામાં ગણેશજીને બેસાડો.

- ગૌરીને લાકડીના આસન પર બેસાડો. ગૌરીને ચુંદડી ઓઢાવો. બિંદી વગેરે સુહાગની સામગ્રી વડે ગૌરીનો શ્રૃંગાર કરો.

- પાણીથી ભરેલો લોટો મુકો.

- ભેટ આપવા માટે માટીનો ટોટીવાળો કરવો(ઘડો) લો. તેમાં ઘઉં મુકીને ઢાંકો અને ઢાંકણમાં દળેલી ખાંડ ભરી દો. તેની ઉપર દક્ષિણા મુકો.

- કરવા પર સ્વસ્તિક બનાવો.

- ગૌરી-ગણેશ અને ચિત્રિત કરવાની પરંપરાનુસાર પૂજા કરો. પતિની દીર્ઘાયુની કામના કરો.

'नमः शिवायै शर्वाण्यै सौभाग्यं संतति शुभाम्‌।
प्रयच्छ भक्तियुक्तानां नारीणां हरवल्लभे

- કરવા પર 13 બિંદી મુકો, અને ઘઉં કે ચોખાના 13 દાણા હાથમાં લઈને કરવા ચોથની વાર્તા કહો કે સાંભળો.

- કથા સાંભળ્યા પછી કરવા પર હાથ ફેરવી પોતાની સાસુના પગે પડી આશીર્વાદ લો અને તેમને કરવા આપી દો.

- તેર ઘઉંના દાણા અને પાણીનો લોટો અથવા ટોટીદાર કરવાને અલગ મુકો.

- રાતે ચદ્રમાઁ નીકળ્યા પછી ચારણીની આડથી તેને જુઓ અને ચદ્રને અર્ધ્ય આપો.

- ત્યારબાદ પતિ પાસેથી આશીર્વાદ મેળવો. તેમને ભોજન કરાવો અને પોતે પણ ભોજન કરો.