બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. »
  3. હિન્દુ
  4. »
  5. હિન્દુતહેવારો
Written By દિપક ખંડાગલે|

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ

W.DW.D

પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે -

જ્યારે વાદળોના ગડગડાટ અને વિજળી કડાકા અને મૂશળાધાર વરસાદ પડી રહ્યો હતો તે સમયે કૃષ્ણપક્ષની આઠમના દિવસે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો.

જ્યારે જીવનમાં અંધકાર ફેલાય જાય છે નિરાશાનું વાતવરણ છવાઇ જાય છે મુશ્કેલીઓ આવી પડે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ જન્મ લે છે.

જ્યારે ઘોર અંધકારમાં પ્રકાશ કિરનો ફૂટે છે જાજ્વલ્યમાન સૂર્ય આકાશમાં ફેલાય છે ત્યારે કોનું હદય આનંદથી પ્રફુલ્લિત થતું નથી ? સત્તા અને સંપત્તિના શોષણથી છોડાવનાર મુક્તિદાતા મળે, ગરીબોને સહાનૂભુતિ પુરી પાડનાર મળે, પડેલાને ઉભો કરનાર મળે,ગીતાના ઉદ્ગગાતા,લોકોના તારણહાર અને ઉધ્ધારક કૃષ્ણનો જન્મ થયો ત્યારે બધા દુ:ખ,સંતાપને ભૂલીને આનંદ-ઉલ્લાસમાં લોકોથી નાચવા લાગ્યા અને તે દિવસે જન્માષ્ટીના નામે પ્રસિધ્ધ છે.

યશસ્વી મુત્સદી,વિજયી યોધ્ધા,ધર્મસામ્રાજ્યના ઉત્પાદક,માનવ વિકાસની પરંપરાને નૈતિકમૂલ્યો સમજાવનાર ઉદગાતા,ધર્મના મહાન પ્રવચનકાર જ્ઞાનીઓને તથા જિજ્ઞાસુઓને જિજ્ઞાસા પુરી પાડનાર જગતગુરૂ શ્રીકૃષ્ણને અનંત પ્રણામ ! દરેક દ્રષ્ટિકોણથી કૃષ્ણ પૂર્ણ અવતાર છે. એકપણ સ્થાન એવું નથી જ્યાં કમી મહેસુસ થાય. આધ્યાત્મિક અને નૈતિક કે બીજી કોઇપણ દ્રષ્ટિથી જોવામાં આવે તો માલૂમ પડશે કે કૃષ્ણ જેવા સમાજ ઉધ્ધારક કોઇ પેદા થયો નથી. શ્રે કૃષ્ણની તુલનામાં બીજો કોઇ રાજનિતીજ્ઞ આ જગતમાં જોવા મળતો નથી. શ્રે કૃષ્ણ અપવાદ છે માટે તે ધર્મ અને તત્વજ્ઞાનના આધારે રાજસત્તા નિયંત્રણ કરે શકયાં.

W.DW.D

કૃષ્ણએ ગોપીઓને એકઠી કરી તેમનો પ્રેમ મેળવ્યો. કૃષ્ણના કહેવા પર ગોકુળના લોકોએ પોતાની જૂની ઇન્દ્રપૂજાની પરંપરા તોડી દિધી અને ગોવર્ધન પૂજાનો સ્વિકાર કર્યો. શ્રીકૃષ્ણએ સામાન્ય માણસને સમજાવ્યું હતું ભલે પૈસા ન હોય પરંતુ તેજસ્વિતા અને નિષ્ઠાથી એકઠાં થઇ શ્વાસ પણ લેશો તો જગત બદલાઇ જશે.

ભગવાન શ્રીકૃષ્ણે પોતાનુ જીવન એટલું સુંદર બનાવ્યું હતું કે જો કોઇ તેમની તરફ જુએ તો તેને પોતાના જ લાગે છે. વૃધ્ધોને પોતાના પુત્ર જેવા લાગે છે તો યુવકોને પોતાના મિત્ર જેવા લાગે છે, રાજાઓને રાજા જેવા લાગે છે તો ભક્તો ને સ્વંય ભગવાન જેવા લાગે છે બધા તેમને પ્રેમ કરવા તરસે છે. શ્રીકૃષ્ણે બધાના હદય જીત્યાં હતાં.

કાલી નાગ એક જાતિનો રાજા હતો. પોતાના ખરાબ વિચારોને અને વિકારી વિચારોના પ્રહારથી તે યમુનાની આસપાસના પ્રદેશમાં કષ્ટ આપી રહ્યાં હતાં. આ કાળી નાગનો શ્રીકૃષ્ણે નાશ કર્યો હતો. ઇંદ્રની પૂજા એટલે વૈભવની પૂજા. લોકો પૈસાવાળાઓની પૂજા કરતા હતા, તેને બંધ કરાવીને ભગવાને 'ગો' એટલે કે ઉપનિષદો (सर्वोपनिषदोगावो) સંવર્ધન કરનારાનું પૂજન શરૂ કર્યું. તેનાથી ધનિકો ક્રોધિત થયાં, પરંતુ ગોવર્ધન સમૂહ સામે તેમની એક ન ચાલી.

રામ અને કૃશ્ણ બંને અલગ-અલગ પરંપરાના છે. કૌટિંબિક એકતાની દ્રષ્ટિને સામે રાખીને રામે સમાજને વિકાસનો માર્ગ બતાવ્યો. દંભી,લુચ્ચા,સ્વાર્થ અને કપટી આપણાં સ્વજનો હોય ના શકે, ભલે તે મામા,માસી અને ફુઆ હોય.જો તેઓ આપણા સાંસ્કૃતિક કામોમાં વચ્ચે આવે છે તો તેમને ચોટી પકડીને ફેંકી દો.આ કૃશ્ણની નિતી હતી. સંસ્કૃતિપ્રેમી પાંડવો માટે તે માર્ગદર્શક રહ્યાં છે. અર્જુનના રથની માફક તેમના જીવનના રથને પ્રભુ સંભાળતા હતાં. મુશ્કેલીઓમાં તેઓ પાંડવોને બચાવતાં રહ્યાં છે.

શ્રીકૃષ્ણની મૂર્તિ જોતાં લાગે છે કે તે મોરલી કેટલી ભગ્યશાળી છે જેને તેઓ પોતાના મધુર હોઠો પર ધારણ કરતાં હતાં, અને જેમાંથી મધુર સંગીત વહેતુ હતુ. તે મોરપંખ કેટલુ ભાગ્યશાળી છે જેને તેઓ પોતાના મસ્તિષ્ક પર ધારણ કરતાં હતાં.તેમની પાસે ઉભેલી ગાય કેટલી ભગ્યશાળી છે જેના પર તેઓ પ્રેમથી હાથ ફેરવે છે.

ભગવાન કેવળ ભાવનાના ભૂખ્યાં છે ભાવનાથી રાખવામાં આવેલી રૂકમણિના એક તુલસીના પાનથી તોલ્યાં હતાં. દુર્યોધનના 56 ભોગને ત્યાગીને વિદુરની ભાજીને પ્રેમથી ખાધી હતી. પરંતુ જેમને ભાવનાથી તેમનું કામ કરવાની તૈયારી બતાવી છે.

શ્રીકૃષ્ણનો જન્મ ગોકુળમાં થયો હતો.ગોકુળનો અર્થ શરીર થાય છે. 'ગો' એટલે ઇંદ્રિઓ અને કુળ એટલે સમૂહ. જ્યાં ઇંદ્રિઓનો સમૂહ છે.તે ગોકુળ છે. ગોકુળમાં નૃત્ય-સંગીત નહી પરંતુ મોરલી વાગે છે.

આ દ્રષ્ટિએ જોતાં સાચા અર્થમાં કૃષ્ણ જગતગુરૂ બનવા યોગ્ય છે.કૃષ્ણએ ગીતા જેવું અદભૂત તત્વજ્ઞાન આપ્યું છે.ગીતમાં કોઇ જગ્યાએ આગ્રહ નથી.