બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો
Written By
Last Modified: મંગળવાર, 7 જાન્યુઆરી 2025 (17:49 IST)

Mahakumbh 2025- CM યોગીએ મહાકુંભ પહેલા રસુલાબાદ ઘાટનું નામ કેમ બદલ્યું?

kumbha mela 2025 AI
Mahakumbh 2025- પ્રયાગરાજમાં આસ્થાનો મેળો ભરાવા જઈ રહ્યો છે. જેમાં દેશભરમાંથી જ નહીં પરંતુ વિશ્વભરમાંથી સંન્યાસી અને સનાતની લોકો ભાગ લઈ રહ્યા છે... લગભગ દોઢ મહિના સુધી પ્રયાગરાજ મહાકુંભમાં સનાતન ધર્મની ઉજવણી થવા જઈ રહી છે. આ પહેલા મહાકુંભ 2025 પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રયાગરાજના રસુલાબાદ ઘાટનું નામ બદલીને શહીદ ચંદ્રશેખર આઝાદ ઘાટ કરી દીધું છે. યોગી આદિત્યનાથના આ નિર્ણયની ખૂબ ચર્ચા થઈ રહી છે.

ઘાટનું નામ કેમ બદલાયું?
ચાલો હવે સમજીએ કે રસુલાબાદ ઘાટનું નામ બદલીને શહીદ ચંદ્રશેખર આઝાદ ઘાટ કેમ રાખવામાં આવ્યું. આ સમજવા માટે તમારે પ્રયાગરાજના ઐતિહાસિક અને પ્રેરણાદાયી સ્થળની મુલાકાત લેવી પડશે જ્યાં સ્વતંત્રતા સંગ્રામના મહાન નાયક શહીદ થયા હતા.