તિર્થસ્થળ મથુરાની ધર્મયાત્રા

W.DW.D

હિંદુ ધર્મ ગ્રંથોમાં મથુરાનો મોટો મહિમા છે. અથર્વવેદની ગોપાલતાપનીમાં લખ્યું છે-

मथ्यते तु जगत्सर्वं ब्रह्मज्ञानेन येन वा।
तत्सारभूतं यद्यस्यां मथुरा सा निगद्यते

અર્થાત જે બ્રહ્મજ્ઞાન અને ભક્તિયોગથી આખુંય જગત પાવન થાય છએટલે કે જ્ઞાની અને ભક્તોનો સંસાર લય ચાલ્યા કરે છે તે સારભૂત જ્ઞાન અને ભક્તિ, જેમાં સદા વિદ્યમાન રહે છે તેને મથુરા કહેવામાં આવે છે.

પદ્મપુરાણમાં ભગવાનના વચન છે-

अहो न जानन्ति नरा दुराशयाः
पुरीं मदीयां परमां सनातनीम्‌।
सुरेन्द्रनागेन्द्रमुनीन्द्रसंस्तुतां
मनोरमां तां मथुरां पराकृतिम्‌॥

અર્થાત દુષ્ટ લોકો મારી આ સુંદર સનાતન મથુરા નગરીને જાણતા નથી, જેની સુંદરતા,નાગેદ્ર તથા મુનીન્દ્રોએ સ્તુતિ
કરી છે જે મારૂ જ સ્વરૂપ છે.

મથુરાની ચારેય તરફ શિવમંદિર છે-
દિપક ખંડાગલે|
પશ્વિમમાં ભૂતેશ્વરનું,પૂર્વમાં પિધલેશ્વરનું,દક્ષિણમાં રંગેશ્વરનું અને ઉત્તરમાં ગોકર્ણોશ્વેરનુ. ચારેય દિશામાં મંદિરો હોવાથી શિવજીને મથુરાના ચોકીદાર કહેવામાં આવે છે.વારાહજીની ગલીમાં નીલવારહ અને શ્વેતવારહના સુંદર મંદિરો છે. શ્રીકૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે શ્રી કેશવદેવજીની મૂર્તિની સ્થાપના કરી હતી પરંતુ ઔરંગજેબે મંદિર તોડી તેના સ્થાને મસ્જિદ ઉભી કરી દિધી. પછી મસ્જિદ પાછળ નવું કેશવજીનું મંદિર બની ગયું છે. પ્રાચીન કેશવ મંદિરના સ્થાનને કેશવકટરા કહે છે. ખોદકામ કરતાં બહુ ઐતિહાસિક વસ્તુઓ પ્રાપ્ત થઇ છે.


આ પણ વાંચો :