શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ફ્લેશબેક 2020
Written By
Last Modified: મંગળવાર, 15 ડિસેમ્બર 2020 (18:13 IST)

Flashback 2020 - શાળા બંધ પણ ન રોકાયુ શિક્ષણ, ટીચર્સથી લઈને સ્ટુડેંટ્સ પણ થયા ઓનલાઈન

Good Bye 2020

Good Bye 2020: ધીરે ધીરે ઘરમાં ટંગાયેલુ કેલેંડર જુનુ થતુ જઈ રહ્યુ છે અને આ વર્ષ અંત તરફ વધી રહ્યો છે. 2020 દરેક કોઈ માટે કોરોનાવાળુ વર્ષ સાબિત થયુ. દેશભરમાં ફેલાયેલા કોરોનાને કારણે શાળા કોલેજ બંધ રહ્યા અને અભ્યાસના ક્ષેત્ર પર પણ ખરાબ અસર જોવા મળી.  જ્યારે દેશભરમાં શાળા અને કોલેજ બંધ થઈ તો અનેક માતા પિતાએ વિચાર્યુ કે બાળકોનુ ભણતર કેવી રીતે થશે અને અભ્યાસ વગર વિદ્યાર્થી પરીક્ષા કેવી રીતે આપશે. અનેક વિદ્યાર્થીઓના મનમાં પણ આ વાત આવી કે ક્યાક તેમનુ આ વર્ષ ખરાબ તો નહી થઈ જાય, આવી હાલતમાં વિદ્યાર્થીઓ માટે વરદાન બનીને આવ્યુ ઓનલાઈન અભ્યાસ. 
 
દેશભરમાં ફેલાયેલ કોરોનાને કારણે માર્ચમાં જ શાળા કોલેજ બંધ થઈ ગઈ હતી અને વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ પડી ગયો હતો. આવામાં જ્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે શાળામાં નહોતા જઈ રહ્યા ત્યારે શાળા ખુદ તેમની પાસે તેમના ઘરે આવી ગઈ અને આ બધુ ફક્ત ઓનલાઈન એજ્યુકેશનની મદદથી જ શક્ય બન્યુ.  ઓનલાઈન અભ્યાસ હેઠળ પ્રાઈવેટથી લઈને સરકારી શાળા સુધી અનેક એપ્સ અને વેબસાઈટ તૈયાર કરવામાં આવી. જેની મદદથી વિદ્યાર્થીઓ સહેલાઈથી ઘરે બેસીને અભ્યાસ ગ્રહણ કરી શકે છે. ઓનલાઈન એજ્યુકેશન માટે અનેક રાજ્યોએ યુ ટ્યુબ ચેનલ પણ બનાવી જેનો પણ વિદ્યાર્થીઓએ ભરપૂર ઉપયોગ કર્યો.  હાલમાં જ ગુજરાત રાજ્ય શિક્ષા વિભાગના યુ ટ્યુબ ચેનલને સિલ્વર બટન મળ્યુ જ્યારબદ રાજ્ય સરકાર દ્વારા શિક્ષા અધિકારીને પણ સન્માન મળ્યુ.  બીજી બાજુ અનેક રાજ્યોએ ટીવી, રેડિયો વગેરેના માધ્યમથી પણ વિદ્યાર્થીઓને ભણાવ્યા. 
 
 
ઓનલાઈન અભ્યાસના અનેક ફાયદા હતા પણ તેમા સમાજ અને શિક્ષણમાંએક ગૈપ ઉભી કરી દીધી. કારણ કે અનેક ગરીબ વિદ્યાર્થીઓ તેનો ઉપયોગ કરી શકતા નહોતા. અનેક વિદ્યાર્થીઓના માતા પિતા પાસે એટલો પૈસો નહોતો કે તેઓ પોતાના બાળક માટે સ્માર્ટફોન ખરીદી શકે. જેને કારણે અનેક વિદ્યાર્થીઓએ શાળા છોડી દીધી.  યુનેસ્કો દ્વારા રજુ એક રિપોર્ટ મુજબ વિશ્વભરમાં લગભગ 290 મિલિયન વિદ્યાર્થીઓ શાળા છોડી દીધી. અનેક વિદ્યાર્થીઓએ સુસાઈડ પણ કરી લીધુ. કોરોનાને કારણે અનેક માતા પિતાની સ્થિતિ પણ બદલાય ગઈ.  જેને કારણે શાળાની ફી પણ તેઓ આપી શકતા નહોતા અને જેને કારણે તેમના બાળકોને શાળામાંથી કાઢી નાખવામાં આવ્યા અને સરકારી શાળામાં દાખલ કરી દીધા.