બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. ફ્રેન્ડશિપ ડે
Written By કલ્યાણી દેશમુખ|

કેટલી સુંદર મિત્રતા

W.D
તારો મારો સાથ, જાણે બાગમાં ખીલતું ગુલાબ,
કેવી તાજી અને સુવાસિત આપણી મિત્રતા છે.

તારી મારી વાતો જાણે વસંતમાં મોર ગાતો
કેટલી મીઠી અને સુરીલી આપણી મિત્રતા છે.

તારો મારો વિશ્વાસ, જાણે મંદિરમાં ઈશ્વરનો વાસ,
કેટલી સાચી અને પવિત્ર આપણી મિત્રતા છે.

તારો મારો ઝઘડો જાણે હાથમાં રેતી પકડો
કેટલી સીધી અને સાદી આપણી મિત્રતા છે.

તારું મારું જીવન જાણે સમુદ્ર કિનારાનો પવન
કેટલી કોમળ અને ઠંડી આપણી મિત્રતા છે.