7 ગિફ્ટ આઈડિયાઝ
ફેંડશિપ ડે ના ઈરાદા મજબૂત બનાવતા ગિફ્ટ આઈડિયાઝ
સોફ્ટ ટોયઝછોકરીઓની પ્રથમ પસંદ હોય છે સોફ્ટ ટોયઝ. છોકરીઓ કેટલી પણ મોટી થઈ જાય તેમને દરેક પ્રકારના ટેડીબિયર કે ડોલ્સ પસંદ હોય છે. ફેંગશુઈ આઈટમ એવુ માનવામાં આવે છે કે ફેંગશુઈ આઈટમ્સ ભલે પછી એ લાફિગ બુધ્ધા કેમ ન હોય કે વિડ ચાઈમ્સ ભેટ કરવાથી ભેટ મેળવનારના જીવનમાં ખુશી અને સુખ સમૃધ્ધિ આવે છે. જો તમે તમારા મિત્રને ખુશ કરવા માંગતા હોય તો આ જ છે રાઈટ ચોઈસ ફોટો ફ્રેમ્સ માર્કેટમાં ફોટો ફ્રેમ્સની ઘણી રેંજ મળી રહે છે. તેમા મેટેલિક ફ્રેમ, સિરેમિક ફ્રેમ અને વુડન ફ્રેમ પણ મળે છે. જો તમારી ઈચ્છા તમારા મિત્રને કંઈક અલગ ભેટ આપવાની તો મિત્ર સાથેની તમારી કોઈ સારી ફોટોને આવી જ રીતે સુંદર ફ્રેમમાં લગાવીને ભેટ આપી શકો છો. બ્રેસલેટ્સ અને ઘડિયાળ બોયઝ અને ગર્લ્સ બંન્નેને ઘડિયાળ અને બ્રેસલેટ્સ ખૂબ જ ગમતા હોય છે. બજારમાં સારી ઘડિયાળમાં લેટેસ્ટ મોડેલો મળી રહે છે. સ્લેમ બુક તમારા ખાસ મિત્ર પ્રત્યે પ્રેમ બતાવવાની આ જ ઉમદા તક છે. એક સ્લેમ બુક લો અને ભાવનાઓને કાગળમાં ઉતારી દો. વિશ્વાસ કરો તેને આનાથી સુંદર ભેટ ક્યારેય નહી મળી હોય. ચોકલેટ્સ જો તમારો મિત્રને સ્વીટ વધુ ભાવે છે તો તેનુ મોઢુ મીઠુ કરવાની આનાથી સુંદર તક નહી મળે. તેના પસંદગીના ફૂલોના બુકે સાથે ચોકલેટ્સ ગિફ્ટ કરો.ફોટો આલબમ મિત્રને સરપ્રાઈઝ આપવા માંગો છો તો તેને પોતાને અને તેની ફોટોઝનુ કલેક્શન આલબમમાં એરેંજ કરીને ગિફ્ટ કરો. તમારા મિત્રની ખુશીનો પાર નહી રહે.