શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. રોમાંસ
  3. ફ્રેંડશીપ ડે
Written By
Last Updated : શનિવાર, 1 ઑગસ્ટ 2020 (22:52 IST)

Friendship Day 2020: આ કારણોથી તૂટે છે દોસ્તી, આવી જાય છે દિલોમાં અંતર, રાખો ધ્યાન

મિત્રો દરેક માણસના જીવનમાં ખૂબ મહત્વ રાખે છે. તેથી કહેવાય છેકે દરેક પાએ એક મિત્ર એવો હોવો જોઈએ જેની સાથે તે દરેક વાત શેયર કરી લે.  પણ એ પણ જાણી લો કે જો દોસ્તીના આ સંબંધમાં એક હળવી દરાર પણ આવી જાય તો તે તૂટવાની કગાર પર આવી જાય છે.  આ કેટલીક એવી વાતો છે જે મિત્રો વચ્ચે અંતર લાવી દે છે. 
 
- રૂપિયા કોઈપણ દોસ્તીમાં દરાર નાખી શકે છે. તેથી દોસ્તીમાં પૈસાને ન આવવા દો.  પૈસાને લઈને જે પણ વાતો છે તેને સમય રહેતા ક્લીયર કરી લો. 
- દરેક કામ માટે દોસ્ત પર નિર્ભર રહેવુ એ ઠીક નથી. તમારા કામ જાતે કરો. 
- દરેક હાલતમાં મિત્ર પર વિશ્વાસ કરો. જો તેના વિશે કંઈ ખબર પડે છે તો શક ન કરો. તમારા વિશ્વાસને કાયમ રાખો. 
- ભલે તમે કેટલાય વ્યસ્ત કેમ ન હોય મિત્રોને બિલકુલ ઈગ્નોર ન કરશો.  તેમને સમજો. તેમના પર ગુસ્સે ન થશો. ન તો તેમના પર તમારા વિચારો લાદવાની કોશિશ કરજો 
 
મૈત્રીને સેલીબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. આ રવિવારે એટલે કે 4  ઓગસ્ટના રોજ ફ્રેડશિપ ડે છે. 
 
આમ તો ફ્રેડશિપ ડે ઉજવવાની શરૂઆત પશ્ચિમ દેશોએ કરે હતી પણ ભારતમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી યુવાઓ વચ્ચે આ દિવસ ખૂબ પોપુલર થઈ રહ્યો છે. ગ્રીટિંગ કાર્ડ,. સોશિયલ મીડિયા અને એસએમએસના દ્વારા લોકો એકબીજાને આ દિવસે શુભેચ્છા પાઠવે છે. અને આખી જીંદગી સાચી દોસ્તી નિભાવવાનુ વચન લે છે.