શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By

ગણપતિ બાપ્પાની રાશિ અનુસાર કરો પૂજા અને મેળવો અઢળક કૃપા

નીચે આપેલી વિધિથી દરેક રાશિના જાતકોએ ગણપતિજીની પૂજા કરવી જોઈએ જેથી ગણેશજી સુખ, સમૃદ્ધિ અને વૈભવ આપે છે.

મેષ- આ રાશિના જાતકોએ ગણપતિના 'ગં' મંત્રની એક માળા કરીને જાપ કરવો અને ગોળનો ધરાવો ભોગ.

વૃષભ- આ રાશિના જાતકોએ ગણપતિજીને ઘી અને ખાંડ મેળવીને ભોગ લગાડવો તથા સાથે 'ગ્લં' મંત્રની એક માળા કરીને જાપ કરવો.

મિથુન- આ રાશિના જાતકોએ ગણપતિજીને મગના લાડુઓનો ભોગ ધરવો અને 'શ્રી ગણેશાય નમ:' મંત્રની એક માળા કરવી.

P.R


કર્ક- આ રાશિના લોકોએ ગણેશજીને સફેદ ફૂલોની માળા પહેરાવવી અને સફેદ ચંદનનું તિલક લગાડવું સાથે 'ઓમ વરદાય નમ: ' મંત્રની માળા કરવી.

સિંહ- આ રાશિના જાતકોએ ગણેશજીને લાલ રંગ અને લાલ પુષ્પ ચઢાવવા તથા 'ઓમ સુંમંગલાયે નમ : ' ની એક માળા કરીને જાપ કરવો.

કન્યા- આ રાશિના લોકોએ ગણેશજીને 21 દૂર્વા અર્પણ કરીને 'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.
P.R

તુલા- આ રાશિના લોકોએ ગણપતિને ગંગાજળથી સ્નાન કરાવવું. તેમજ 'ઓમ વક્રતુંડાય નમ:' મંત્રની માળા કરીને જાપ કરવો જોઈએ.

વૃશ્ચિક- આ રાશિના તમામ લોકોએ ગણેશજીને સિંદૂર અને લાલ પુષ્પ અર્પણ કરીને 'ઓમ નમો ભગવતે ગજાનનાય' મંત્રની એક માળા કરવી.

ધન- આ રાશિ ધરાવતા લોકોએ ગણેશજીને પીળા વસ્ત્રો તથા પીળા પુષ્પો ચઢાવીને બેસનના લાડુનો ભોગ ધરાવવો અને 'ઓમ ગં ગણપતે નમ: ' મંત્રની એક માળા કરવી.
P.R

મકર- આ રાશિના જાતકોએ ગણપતિને પાન, સોપારી, ઈલાયચી, લવિંગ ધરાવીને 'ઓમ ગૂં નમ:'મંત્રની એક માળા કરવી.

કુંભ- આ રાશિના તમામ જાતકોએ ગણેશજીને પંચામૃત તથા મગની ખીચડી ધરાવીને ગરીબોમાં વહેંચી દેવી અને 'ઓમ ગં રોગ મુક્ત્યે ફ્ટ' ની માળા કરવી જોઈએ.

મીન- આ રાશિના લોકોએ ગણેશજીને કેસર અને મધનો ભોગ ધરવો અને ગરીબોમાં વિતરણ કરી દેવો. તેમને 'ઓમ અંતરિક્ષાય સ્

વાહા' મંત્રની એક માળાનો જાપ કરવો.