મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Updated : સોમવાર, 17 ઑગસ્ટ 2020 (08:37 IST)

માત્ર 3 સરળ ઉપાયથી ગણેશજી જલ્દી પ્રસન્ન થઈ જશે...

Ganesha utsav
ભગવાન ગણેશને ખુશ કરવા  સરળ છે. જેમ ભોલેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ વિશેષ સામગ્રીની જરૂર નથી પડતી તેમ માતા પાર્વતી અને શિવજીના  પુત્રને પણ  ખુશ કરવા સરળ છે. ગણેશજી પોતાના ભક્તોની શ્રદ્ધા અને ભક્તિ જુએ   છે.જે ભક્તો તેમના પ્રત્યે જેટલી શ્રદ્ધા રાખે છે ગણેશજી તેના પર તેટલા જ કૃપાળુ બન્યા રહે છે.શાસ્ત્રોમાં ગણેશજીને ખુશ કરીને તરત જ મનોકામના પૂરી કરવાના કેટલાક ઉપાયો જણાવ્યા છે. 

દૂર્વા 
ગણેશજીને  ખુશ કરવાનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે દૂર્વાથી ગણેશજીની પૂજા કરવી. દૂર્વા ગણેશજીને એટલા માટે પ્રિય છે કે દૂર્વામાં અમૃત હોય છે. 
 
ગણપતિ અથર્વશીર્ષમાં કહ્યું છે કે જે વ્યકતિ ગણેશજીની પૂજા દૂર્વાથી કરે છે તે કુબેર સમાન ગણાય છે. કુબેર દેવતાઓના કોષાધ્યક્ષ છે. કુબેરના સમાન હોવાનો અર્થ છે વ્યક્તિ પાસે ધન ધાન્યની કોઈ અછત નહી રહે છે. 
મોદક
ગણેશજીને પ્રસન્ન કરવાનો બીજો સરળ ઉપાય છે મોદકનો ભોગ. ગણપતિ અથર્વશીર્ષમાં લખ્યું છે કે જે વ્યક્તિ ગણેશજીને મોદકનો ભોગ લગાવે છે ગણપતિ તેનુ મંગળ કરે છે. મોદકનો ભોગ લગાવવાથી મનોકામના પૂરી થાય છે. શાસ્ત્રોમાં  મોદકની તુલના બ્રહ્મ સાથે  કરી છે. મોદકને પણ અમૃત મિશ્રિત ગણાય છે. 
ઘી 
પંચામૃતમાં એક અમૃત ઘી હોય છે. ઘીને પુષ્ટિવર્ધક અને રોગનાશક કહ્યું છે. ભગવાન ગણેશને ઘી ઘણું પસંદ છે. ગણપતિ અથર્વશીર્ષમાં ઘી થી ગણેશની પૂજાનું મોટુ મહાત્મય જણાવ્યું છે. 
જે વ્યકતિ ગણેશજીની પૂજા ઘીથી કરે છે. તેની બુદ્ધિ પ્રખર હોય છે. ઘીથી ગણેશની પૂજા કરતા વ્યક્તિને પોતાની યોગ્યતા અને જ્ઞાનના આધાર પર  સંસારમાં ઘણું બધુ  મેળવી લે છે.