શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ગણેશ ઉત્સવ
Written By
Last Modified: શુક્રવાર, 17 સપ્ટેમ્બર 2021 (12:22 IST)

Ganesh Visarjan 2021: બપ્પાની મૂર્તિને જળમાં જ શા માટે કરાય છે વિસર્જિત જાણો કથા અને શુભ મૂહૂર્ત

Ganpati Visarjan Story: દેશભરમાં ગણપતિ મહોત્સવ શરૂ થઈ ગયુ છે. દરેક જગ્યા ગણપતિ બપ્પા મોરિયાના જયકારા સંભળાય છે. ધીમે ધીમે સમય આવી ગયુ છે ગણપતિને વિદાય આપવાવો. તેથી શુભ મૂહૂર્ત મુજબ લોકો બપ્પાનો વિસર્જન કરે ક્ઝ્હે. 10 દિવસ સુધી બપ્પાને ઘરમાં રાખ્યા પછી અનંત ચતુર્દશીના દિવસે ગણપતિને જળમાં વિસએજન કરાય છે. આ વર્ષે ગણપતિ વિસર્જન 19 સેપ્ટેમ્બરે ઉજવાશે. બપ્પાને ઘરથી વિદાય કરવા ભક્તો માટે ખૂબ ભાવુક પળ હોય છે. ઘરમાં પરિવારના સભ્યની રીતે તેને વિદાય કરવુ ભક્તોને દુખી કરે છે પણ શુ તમે જાણો છો ગણપતિને જળમાં જ શા માટે વિસર્જિત કરાય છે આવો જાણી તેના પાછળની કથા- 
 
ગણેશ મહોત્સવના અંતિમ દિવસ ગણેશ વિસર્જનની પરંપરા છે. 10 દિવસીય મહોત્સવનો સમાપન અનંત ચતુર્દશીના દિવસે વિસર્જન પછી હોય છે. પરંપરા છે કે વિસર્જનના દિવસે ગણપતિની મૂર્તિને નદી સમુદ્ર કે જળમાં વિસર્જિત કરે છે. તેના પાછળ એક રોચક કથા છે એવુ માનવુ છે કે 
 
ઋષિ વેદવ્યાસજીએ ચતુર્થીના દિવસથી સતત દસ દિવસો સુધી મહાભારતની સંપૂર્ણ કથા ભગવાન શ્રીગણેશને સંભળાવી. જેને ભગવાન શ્રીગણેશે અક્ષરશ: (એવીને એવી) જ લખી. જ્યારે વેદવ્યાસજી કથા સંભળાવી રહ્યા હતા ત્યારે તેમણે પોતાની આંખો બંધ રાખી હતી. જ્યારે મહર્ષિએ કથા પૂરી કરીને આંખો ખોલી તો તેમણે જોયુ કે સતત 10 દિવસ સુધી કથા સાંભળતા સાંભળતા ગણેશજીના શરીરનુ તાપમાન ખૂબ વધી ગયુ હતુ તેમના શરીરનુ તાપમાન ઓછુ કરવા માટે વેદવ્યાસજીએ ગણેશજીના શરીર પર માટીનો લેપ કર્યો. માટી સુકાય ગયા પછી તેમનુ શરીર અકડાય ગયુ અને શરીર પરથી માટી ખરવા માંડી. ત્યારે વેદવ્યાસજીએ ગણેશને સરોવરમાં લઈ જઈને માટીનો લેપ સાફ કર્યો હતો.
 
કથા મુજબ અનુસાર જે દિવસથી ગણેશજીએ મહાભારત લખવી શરૂ કરી
તે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થીનો દિવસ હતો અને જએ દિવસે મહાભારત પૂર્ણ થઈ તે અનંત ચતુર્દશીનો દિવસ હતો. ત્યારથી ગણેશજીને દસ દિવસ સુધી બેસાડવામાં આવે છે અને અગિયારમાં દિવસે ગણેશ ઉત્સવ પછી અનંત ચતુર્દશી તેમનુ વિસર્જન કરવામાં આવે છે. એવુ પણ કહેવાય છે કે છે કે ગણપતિ ઉત્સવ દરમિયાન લોકો પોતાની જે ઈચ્છા પૂર્તિ કરવા માંગે છે તે ભગવાન ગણપતિના કાનમાં કહી દે છે. 10 દિવસો સુધી ભગવાન ગણપતિ લોકોની ઈચ્છાઓ સાંભળી સાંભળીને એટલા ગરમ થઈ જાય છે કે અનંત ચતુર્દશીન રોજ વહેતા પાણીમાં વિસર્જિત કરી તેમને ઠંડા કરવામાં આવે છે
 
ગણેશ વિસર્જન શુભ મૂહૂર્ત- (ganesh visarjan shubh muhurat)
ગણેશ વિસર્જન માટે ચોઘડિયા મૂહૂર્ત 
સવારે- (ચર, લાભ, અમૃત)- 07:39 એ એમ થી 12.14 પીએમ સુધી 
 
બપોરે (શુભ) 01:46  થી 03:18  સુધી 
સાંજે (શુભ, અમૃત, ચર)- 06:21 થી 10:46 સુધી 
 
રાત્રે (લાભ)- 01:43  થી 03:11 સુધી 
(20 સપ્ટેમ્બર) 
ઉષાકાળ મુહૂર્ત (શુભ) - 04:40 થી 06:08 
ચતુર્દશી તિથિ - 19 સપ્ટેમ્બર, 2021 ને 05:59 
 
ચતુર્દશી તિથિ સમાપ્ત - 20 સપ્ટેમ્બર, 2021 05:28