અડવાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા માની ગયા

વેબ દુનિયા|

PTI
નવી દિલ્હી. ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ સાથે મુલાકાત પછી લાલકૃષ્ણ અડ્વાણી ગાંધીનગરથી ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા છે.

અડવાણીએ પોતાની ઈચ્છા પૂરી થવાને લઈને નારાજગી જાહેર કરી હતી. તેઓ ભોપાલથી ચૂંટણી લડવા અડગ હતા. સૂત્રોના મુજબ ખૂબ જ લાંબી ચર્ચા વિચારણા બાદ ભાજપે નારાજ અડવાણીને મનાવી લીધા છે અને તેઓ ગાંધીનગરથી ચૂંટ્ણી લડવા રાજી થયા છે.

ભાજપાના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી પણ ગુરૂવારે સવારે અડવાણીને મનાવવા પહોંચ્યા. બંને નેતાઓ વચ્ચે લગભગ એક કલાક સુધી વાતચીત થઈ. એવુ કહેવાય રહ્યુ છે કે બંને નેતાઓની મુલાકાત દરમિયાન મોદીએ તેમને ગાંધીનગરથી ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો. મોદી બાદ સુષમા સ્વરાજ ગુરૂવારે સવારે અડવાણીને મળવા તેમના સરકારી રહેઠાણ પર પહોંચી.
આ પહેલા બુધવારે રાત્રે પાર્ટીની વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજ અને નિતિન ગડકરીએ અડવાણી સાથે મુલાકાત કરી. આ મુલાકાત 45 મિનિટ સુધી ચાલી અને આ દરમિયાન અડવાણીને મનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા.

અડવાણી સાથે મુલાકાત પછી સુષમા અને ગડકરીએ ભાજપા અધ્યક્ષ રાજનાથ સિંહને મળ્યા અને પાર્ટીના વરિષ્ઠ નેતાની નારાજગી વિશે ચર્ચા કરી. અડવાણીની ઈચ્છા વિપરિત તેમને ગાંધીનગરથી જ ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સૂત્રોએ કહ્યુ કે રાજનાથ સાથે બેઠક દરમિયાન રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના નેતા સુરેશ સોની પણ હાજર હતા.
બીજી બાજુ નરેન્દ્ર મોદીએ પણ અહી આરએસએસ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી. એવુ કહેવાય રહ્યુ છે કે બંને વચ્ચે અડવાણી બાબતે ચર્ચા કરવામાં આવી.

મોદી અને અડવાણી વચ્ચેની કડવાશ એ સમયે નવો વળાંક લાવી જ્યારે વરિષ્ઠ પાર્ટી નેતાએ જોરપૂર્વ કહ્યુ કે તેઓ ગુજરાતમાં પરથી નહી લડે પણ મધ્યપ્રદેશમાં ભોપાલ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે. ગાંધીનગર સીટનુ તેઓ લોકસભામાં પાંચ વાર પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.
કેમ નારાજ હતા અડવાણી આગળ


આ પણ વાંચો :