અડવાણી ગાંધીનગર સીટ પરથી જ લડશે લોકસભા ચૂંટણી

ગાંધીનગર | વેબ દુનિયા| Last Modified મંગળવાર, 18 માર્ચ 2014 (17:51 IST)
:
P.R
ભારતીય જનતા પાર્ટીનાં વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ગુજરાતનાં પાટનગર ગાંધીનગર બેઠક પરથી જ લોકસભાની ચૂંટણી લડશે. ગુજરાત ભાજપની બેઠકમાં નામ નક્કી કરવામાં આવ્યુ છે, અને હવે દિલ્હીથી ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.

ગુજરાત ભાજપનાં પ્રવક્ત્તા વિજય રૂપાણીએ કહ્યુ કે ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું નામ નક્કી કરવામાં આવ્યુ છે. જે અંગે દિલ્હીમાંથી અંતિમ નિર્ણય બાદ જાહેરાત કરવામાં આવશે.

અડવાણીની ઉમેદવારીની જાહેરાત 19 માર્ચનાં રોજ ભાજપની કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક બાદ થશે. આ પહેલા અડવાણી વડોદરા અને સૂરતથી લડે તેવી શક્યતાઓ વ્યક્ત થઇ રહી હતી. બીજી તરફ નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક ભલે ફાઇનલ થઇ ગઇ હોય પણ ગુજરાતની એક બેઠક પરથી મોદી લડશે કે કેમ તેના પર સસપેન્સ યથાવત્ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી વારાણસી સિવાય અમદાવાદની દક્ષિણ પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડશે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણી માટે ભાજપનું પ્રથમ લિસ્ટ જાહેર થયા બાદ લાલકૃષ્ણ અડવાણીએ પોતાની વર્તમાન સીટ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ગાંધીનગરથી પાંચ વખતનાં સાંસદ લાલકૃષ્ણ અડવાણીને આ પહેલા પાર્ટીએ રાજ્યસભાનો પ્રસ્તાવ આપ્યો હતો. પણ તેમણે ઇનકાર કર્યો હતો.


આ પણ વાંચો :