અમિત શાહના નિવેદન વિરુદ્ધ ફરિયાદ, ધરપકડની માંગ

amit shah
આઝમગઢ| Last Modified સોમવાર, 5 મે 2014 (13:08 IST)

. ભાજપા મહાસચિવ અને યૂપીના પ્રભારી અમિત શાહે આઝમગઢને આતંકવાદીઓનુ ગઢ બતાવીને નવો વિવાદ ઉભો કરી દીધો છે
શાહે રવિવારે આઝમગઢ સીટ પરથી ભાજપા ઉમેદવાર રમાકાંત યાદવના સમર્થન માટે ચૂંટણી સભા દરમિયાન આ ટિપ્પણી કરી.

અમિત શાહે રેલીમાં કહ્યુ હતુ કે
મુલાયમે એક ફતવો રજૂ કર્યો છે. આતંકવાદીઓને છોડવાનો. વોટ બેંકને રાજનીતિથી નેતાજી દેશને જ ન વેચી નાખે. જે સરકાર દેશમાં આતંક મચાવનારને છોડી દે એ સરકારને ઉખાડીને ફેંકી દો.
આતંકવાદીઓએ આઝમગઢથી જઈને ગુજરાતમાં ધમાકા કર્યા. કેવી સરકાર છે યૂપીમાં. જેણે વીરોની ભૂમિક આઝમગઢને આતંકવાદીઓનો અડ્ડો બનાવી દીધો. સરકાર જો આતંકવાદીઓને છોડવાનુ કામ કરશે તો ધમાકા જ ધમાકા થશે.

અમિત શાહની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા સપા નેતા સીપી નેતાએ કહ્યુ કે ચૂટણી પંચે તેમની આ ટિપ્પણીને લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. રાયે કહ્યુ કે અમિત શાહની ટિપ્પણી આઝમગઢની ધરતીનું અપમાન છે. ભાજપ સાંપ્રદાયિક્તા ફેલાવીને ચૂંટણી જીતવા માંગે છે.
સપાએ ચૂંટણી પંચને ભાજપના નેતા અમિત શાહની સામે આ વિવાદાસ્પદ નિવેદન બદલ ફરિયાદ કરી છે.


આ પણ વાંચો :