આજે રાહુલ ગાંધી અમેઠીથી ઉમેદવારીપત્ર ભરશે

rahul gandhi
Last Modified શનિવાર, 12 એપ્રિલ 2014 (11:48 IST)

અમેઠી કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠીથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરવા દરમિયાન તેમની સાથે તેમની બહેન પ્રિયંકા પણ રહેશે. રાહુલ ગાંધી અમેઠીમાં રોડ શો કરીને ઉમેદવારી પત્ર ભરશે

કોંગ્રેસી કાર્યકર્તાઓએ રાહુલના ઉમેદવરી પત્ર ભરવાને લઈને વિશેષ તૈયારી કરી છે અને અનેક સ્થાનો પર સજાવટ કરવામાં આવી છે. અમેઠીમાં છે. અમેઠીમાં રાહુલ ગાંધી વિરુદ્ધ બીજેપીએ સ્મૃતિ ઈરાનીને મેદાનમાં ઉતારી છે જ્યારે કે આમ આદમી પાર્ટી તરફથી કુમાર વિશ્વાસ ચૂંટણી લડી રહ્યા છે.

જો અમેઠીની ઓળખ રાહુલ ગાંધીના પરિવાર તરફથી છે તો ભાજપાની સ્મૃતિ એરાની પણ 'સાસ ભી કભી બહુ થી' માં પાત્ર ભજવવા કારણે ઘર ઘરમાં જાણીતી છે. રાહુલનો ફોકસ કાયમ અડધી વસ્તી પર ફોકસ રહ્યો છે અને હવે તેનુ જ પ્રતિનિધિત્વ કરનારી સ્મૃતિ ઈરાની પણ લોગોને પણ લોભાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષ ત્રીજી વખત ભાવનાત્મક સંબંધોની મદદથી પોતાના જ જૂના રેકોર્ડ તોડવાની તાકમાં છે. આપના કુમાર વિશ્વાસ પણ પ્રેમના મહાકવિ મલિક મોહમ્મદ જાયસીની જન્મ અને કર્મસ્થળમાં પોતાની કવિતાની સાથે વિશ્વાસ જીતવની તાકમાં છેલ્લા બે મહિનાથી કોંગ્રેસ પર હુમલો બોલી રહ્યા છે.

જેમ જેમ ચૂંટણી પ્રચાર ગતિ પકડી રહ્યુ છે તેમ તેમ સ્થાનિક મુદ્દા પણ ચર્ચામાંથી દૂર થઈ રહ્યા છે. હવે તો મુખ્ય માર્ગ અને ચાર રસ્તાઓ હોય કે ગલી મહોલ્લા હોય દરેક સ્થળે બેટા(રાહુલ), બહુ(સ્મૃતિ) અને વિશ્વાસ(આપ ઉમેદવાર)ની જ વાત થઈ રહી છે.
રાહુલ ગાંધીનુ સંસદીય ક્ષેત્ર લગભગ 100 કિલોમીટરની હદમાં છે, પણ અમેઠી લોકસભા ક્ષેત્ર માત્ર એ માટે ચર્ચિત રહ્યુ છે, કારણ કે ગાંધી પરિવારના સભ્ય આ ક્ષેત્ર પરથી ચૂંટણી લડી રહ્યા છે.

અમેઠીના લોકો નેહરુ-ગાંધી પરિવારને વર્ષોથી પોતાના માથે બેસાતી આવી છે. પણ આ પ્રેમ એકવાર ફરી ગડબડી રહ્યો છે. વર્ષ હતુ 1977 લોકો નારાજ હતા અને નેહરુ પરિવારને પણ આ વાતની જાણ નહોતી કે આગામી 25 મહિના સુધી તેમને વનવાસ ભોગવવો પડશે. 18 મહિનાની ઈમરજેંસી અને 28 મહિનાનો વનવાસ. વર્ષ 1977ની સામાન્ય ચૂંટણીમાં આ સીટ પરથી સંજય ગાંધીને પરાજયનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ 1980ના લોકસભા ચૂંટણીમાં સંજય ગાંધી અમેઠી સંસદીય સીટ પરથી લોકસભા માટે પસંદગી પામ્યા.


આ પણ વાંચો :