આઠમા તબ્ક્કાના મતદાન પહેલા ગરમાયેલા નિવેદનો

આઠમા તબ્ક્કાના મતદાન પહેલા ગરમાયેલા નિવેદનો

voting
Last Updated: બુધવાર, 7 મે 2014 (11:58 IST)

16મી લોકસભા ચૂંટણી માટે સાત તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. જે બેઠકો પર મતદાન 7મી તારીખે થવાનું છે. ત્યાં ચૂંટ્ણી પડઘમ ગત રોજની સાંજથી શાંત થઈ ગયા હતાં પરંતુ તેમ છતાં રાજકીય ગરમાવો યથાવત રહેવા પામ્યો હતો આજે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ યુપીમાં ચાર રેલી સંબોધી હતી. તો કાંગ્રેસના ઉપાધ્યક્ષ અને અમેઠી બેઠકથી ચૂંટણી મેદાને ઉતરેલા
રાહુલ ગાંધી પણ યુપીમાં રેલી ગજવી હતી. પછાત રાજનીતિ આઠમા તબક્કાના મતદાન પહેલા ચર્ચામાં રહી મોદીએ પછાત શબ્દને વળ્ગી રહ્યાં . તો માયાવતીએ કહ્યું કે તમે પછાત કહો છો પણ કઈ જાતિના છો તે તો જણાવો .તો રાહુલ ગાંધી આજે આઠમાં તબક્કાના મતદાનના દિવસે પણ અમેઠીમાં હાજર રહેશે.


6 એપ્રિલે રાજકીય ગરમાવો લાવનારા નિવેદનો.

ભાજપમાં એક નવા નેતા આવ્યા છે અદાણી જી :રાહુલ ગાંધી

કાંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર ખાતે એક ચૂંટણી સભાને સંબોધતી વખતે નરેન્દ્ર મોદીને નિશાન લેતા કહ્યું કે ભાજપના હમણાં હમણાં એક નવા નેતા આવ્યાં છે. જેનું નામ છે અદાણી જી ..રાહુલે આરોપ લગાવ્યો કે તેમને પ્રતિ મીટર એક રૂપિયાના ભાવે અદાણીને જમીન આપી. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં એક રેલીને સંબોધિત કરતા કાંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુઅલ ગાંધીને કહ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ આપણાં દેશના યુવાનોથી ડરે છે. તે પણ યુવાનોની તાકાત જાણે છે. પરંતુ પોતાને ગુજરાતનો ચોકીદાર ગણાવનારને તેમનો અહેસાસ નથી રાહુલ ગાંધીનો ઈશારો નરેન્દ્ર મોદી તરફ હતો કારણ કે મોદી મોટાભાગે પોતાની રેલીઓમાં પોતાને દેશનો ચોકીદાર ગણાવે છે.

ગાળા-ગાળી પર ઉતરી આવી કાંગ્રેસ: નરેન્દ્ર મોદી

યુપીના મહારાજગંજ ખા તે રેલીને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું
કે
જેમ જેમ મતદાન પૂર્ણ થઈ રહ્યું છે તેમ તેમ કાંગ્રેસન ઈ હિંમત હારી રહ્યું છે. મોદીએ એવું કહ્યું હવે તો
કાંગ્રેસ ગાળા-ગાળી પર ઉતરી આવ્યું છે.

હિન્દુ-મુસલમાનોએ મળીને ગરીબી સામે લડવું પડશે.
યુપીના ડુમરિયાગંજની રેલીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું હવે હિન્દુ-મુસલમાન ભાઈઓ એકબીજા સાથે ન લડે પરંતુ મળીને ગરીબી સામે લડે.નીચલી જાતિમાં જન્મ લેવો અપરાધ તો નથી

: નરેન્દ્ર મોદી


યુપીના ડુમરિયાગંજની રેલીમાં નરેન્દ્ર મોદીએ કહ્યું નીચલી જાતિમાં જન્મ લેવો અપરાધ તો નથી
મને ફાંસીએ લતકાવો હોય તો લટકાવી દો નીચલી જાતિના લોકોને કશું જ ન કહો .

મારી જાતિ નીચી છે પરંતુ મારી રાજનીતિ હલ્કી નથી : નરેન્દ્ર મોદીયુપીના ડુમરિયાગંજની રેલીમાં નરેન્દ્ર મોદીએ
પ્રિયંકા ગાંધી વાડ્રા અને કાંગ્રેસને નિશાને લેતા કહ્યું મારી જાતિ નીચી છે પરંતુ મારી રાજનીતિ હલ્કી નથી.

નરેન્દ્ર મોદીને માત્ર રાજનીતિ કરવી હોય છે: રાશિદ અલ્વી

કાંગ્રેસ નેતા રાશિદ અલ્વી કહ્યું કે મોદી હમેશા હલ્કી રાજનીતિ કરતા આવ્યા છે. દેશ માટે સહિઅદ થયેલા રાજીવ ગાંધી માટે મોદીએ નિવેદન આપ્યું તે નીચલી કક્ષાની રાજનીતિ છે.

વિકસિત વારણસી બનાવા માટે સખત પ્રયત્ન કરશ:અરૂણ જેટલી

ભાજપે આજે વારાણસી ખાતે પ્રેસ કોંફરન્સ યોજીને વારણસી માટે ચૂંટ્ણી ઢંઢેરો જાહેરે કર્યો. જેમાં અરૂણ જેટલીએ કહ્યું કે વારાણસી વર્લ્ડ કલાસ શહેરે બનાવામાં આવશે. વારાણસીના લોકોએ
અનેક સપના જોયાં છે. એક વિકસિત વારાણસી બનાવા માટે સખત પ્રયાસ કરશે તેનો વાયદો કરે છે . વારાણસી એવું હોય જે શૈક્ષણિક ઐતિહાસિક,આધ્યાત્મિક,સાંસ્કૃતિક કેન્દ્રોના માધ્યમથી આખીય દુનિયાને દિશા આપે.


મોદીને મમતાનો પડકાર,બાંગ્લાદેશીઓને બતાવે

પશ્ચિમ બંગાળમાં મંગળવારે એક રેલીને સંબોધતી વખ્તે
મમતા બેંનર્જીએ મોઈને ખુલો પડકાર ફેંકતા કહ્યું કે મોદીને કોઈ હક નથી કે તેઓ બાંગ્લાદેશીઓને બહાર કાઢવાની વાત કરે છે. તે કોણ ? તે કોઈ નથી હું તેમને
(મોદી) પડકાર આપું છું કે તમે બાંગ્લાદેશીઓને અડીને બતાવો.

પોલીસનું વલણ પક્ષપાતવાળું : સોમનાથ ભારતી

પોતાના ઉપર
દાખલ થયેલી એફઆઈઆર મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા સોમનાથ ભારતીએ કહ્યું કે પોલીસનું વલન પક્ષપાતવાળું છે. લોકલ પોલીસ અને પ્રશાસન પર અમને વિશ્વાસ નથી અમે ફેયર અને ફ્રી ઈલેક્શ્નનની વચ્ચે આવતા માંગતા નથી. અમેઠીમાં ત્યાં સુધી નિષ્પક્ષ ચૂંટ્ણી શક્ય નથી જ્યાં સુધી ત્યાં કેન્દ્રીય દળ ન બોલવામાં અ અવે અને મતદાન કેન્દ્રોની વિડિયોગ્રાફી કરવામાં ન આવે.

સ્મૃતિ ઈરાની અને અહેમદ પટેલ સાથે ડીલ : કુમાર વિશ્વાસ

કુમાર વિશ્વાસે એક ગુજરાતી ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં ભજપ અને કાંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યો છે તેમણે કહ્યું કે મોદી અને રાહુલ ગાંધીને જીતાડવા માટે વારાણસીમાં
અને અહેમદ પટેલ અને સ્મૃતિ ઈરાની વચ્ચે
ડીલ થઈ છે. આ ડીલ 7 કરોડની છે આ ઉપરાંત તેમણે કહ્યું કે મોદી રાયબરેલી ચૂંટણી પ્રચાર કરવા માટે ન ગયા.
આ પણ વાંચો :