ઉમેદવારી પત્ર ભરવા નીકળેલા કેજરીવાલે રોડ શો દરમિયાન મોદી અને રાહુલ પર તાક્યુ નિશાન

kejriwal
વારાણસી :| Last Modified બુધવાર, 23 એપ્રિલ 2014 (14:03 IST)

પરથી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલનો રૉડ શૉ શરૂ થયો છે. લહુરાબીર ખાતેથી રોડ શૉ થરૂ થયો છે, જે કલેક્ટર કચેરી ખાતે સમાપ્ત થશે. અને બપોરે કેજરીવાલ ભરશે.
અરવિંદ કેજરીવાલે રોડ શૉમાં જનતાને સંબોંધિત કરતા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપનાં પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદી પર નિશાન તાક્યુ. કેજરીવાલે કહ્યુ કે અમેઠીમાંથી છેલ્લી કેટલીક ટર્મથી જીતતા રાહુલ ગાંધીને જનતાને તકલીફો સાથે કોઇ મતલબ નથી. ચૂંટણી જીત્યા બાદ અમેઠીની જનતાને રાહુલ ગાંધી માત્ર હેલિકૉપ્ટરમાં
જ દેખાય છે. જ્યારે નરેન્દ્ર મોદી આવતીકાલે હેલિકૉપ્ટરમાં આવશે. મોદીનું હેલિકૉપ્ટર કાશી વિદ્યાપીઠમાં ઉતરશે.
કેજરીવાલે વારાણસીની જનતાને સવાલ કર્યો કે તમારે કેવો નેતા જોઇએ, જે હેલિકૉપ્ટરથી આવે અને હાથ હલાવીને જતા રહે છે, અથવા તો જે જમીન પર રહીને જનતા માટે કામ કરે છે.

બીજી તરફ મુખ્તાર અંસારીની પાર્ટી કોમી એકતા દળે કહ્યુ કે જો આમ આદમી પાર્ટીનાં નેતા અરવિંદ કેજરીવાલ મોદી વિરુધ્ધ મજબૂત દાવેદારી રજૂ કરશે અને મોદીને હરાવવાની સ્થિતીમાં હશે, તો પાર્ટી કેજરીવાલને સમર્થન આપી શકે છે.


આ પણ વાંચો :