ગુજરાતમાં 2009ની લોકસભા ચૂંટણી પણ 30 એપ્રિલે જ હતીઃ જાણવા જેવું

વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 6 માર્ચ 2014 (12:12 IST)

P.R
૨૦૧૪ની લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ચૂકી છે. દરમિયાન ૨૦૦૯માં થયેલી ચૂંટણીની કેટલીક રસપ્રદ વિગતો જાણવી રસપ્રદ થઇ પડે તેમ છે.

* ૨૦૦૯માં ગુજરાતમાં ૩૦ એપ્રિલના રોજ યોજાઇ હતી.
* આ ચૂંટણીમાં કુલ ૩.૬૪ કરોડ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી હતી. જેમાં ૧૮૮૯૮૩૮૭ પુરૃષો, ૧૭૫૮૫૮૯૪ સ્ત્રીઓનો સમાવેશ થતો હતો.
* રાજ્યમાં ૪૨૫૬૯ મતદાન મથકો ઊભા કરાયાં હતાં.
* કુલ ૨૬ બેઠકો માટે મતદાન થયું હતું જેમાં ૨૦ સામાન્ય તથા બે અનુસૂચિત જાતિ (SC)અને ૪ બેઠક અનુસૂચિત જનજાતિ (ST)અનામત હતી.* ચાર અને પાંચ ઉમેદવારો લડતાં હોય તેવી એક-એક બેઠક હતી. સાત ઉમેદવારવાળી ૪, નવ ઉમેદવારોવાળી એક અને ૧૦થી વધુ ઉમેદવારોએ ૧૯ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણીમાં ઝૂકાવ્યું હતું.
* અનામત છોટા ઉદેપુરમાં ૪ ઉમેદવાર હતા જ્યારે રાજકોટમાં સૌથી વધુ ૨૭ ઉમેદવારો મેદાનમાં હતા.
* ૩૦ એપ્રિલે થયેલા મતદાનમાં કુલ પુરુષ મતદારોના ૫૨.૧૨ ટકા અર્થાત્ ૯૮૪૯૩૩૯ પુરૃષોએ તથા ૪૩.૪૬ ટકા-૭૬૨૪૭૮૧ સ્ત્રી મતદારોએ મતદાન કર્યું હતું.* કુલ મતદાન ૪૭.૮૯ ટકા થયું હતું. માન્ય મતની સંખ્યા ૧૭૪૭૨૮૨૩ હતી જ્યારે ૬૦૦ મત અમાન્ય ઠર્યા હતા.
* ગુજરાતમાં ૩૫૯ ઉમેદવારો પૈકી ૨૬ મહિલાઓ હતી. ૩૩૩ પુરુષ ઉમેદવારોમાંથી ૨૨ અને ૨૬ મહિલાઓ પૈકી ૪ વિજેતા બન્યાં હતા.
* અમદાવાદ પશ્ચિમની બેઠક પર સૌથી ઓછાં ૧૪૧૧ મતદાન મથક હતાં જ્યારે સાબરકાંઠામાં સૌથી વધુ ૨૦૩૪ મતદાન મથક હતાં.
* દાહોદ બેઠક એવી હતી જ્યાં રાજ્યમાં સૌથી ઓછા ૧૧૯૪૮૨૧ મતદારો હતા જ્યારે સૌથી વધુ ૧૬૨૩૪૧૫ મતદારો નવસારી બેઠકમાં નોંધાયેલા હતા.* સૌથી ઓછું ૩૯.૭૩ ટકા મતદાન (મતદારોની તુલનામાં) સુરેન્દ્રનગરની બેઠકમાં જ્યારે સૌથી વધુ ૫૭.૮૮ ટકા મતદાન જુનાગઢ બેઠકમાં નોંધાયું હતું.
* મહિલાઓનું જ્યાં સૌથી ઓછું મતદાન નોંધાયું તે બેઠક અમરેલીની હતી. અહીં ૩૩.૫૪ ટકા જેટલી મહિલાઓએ મતદાન કર્યું હતું. ઉલટપક્ષે સૌથી ઊંચુ મતદાન બારડોલી (એસ.ટી. અનામત) બેઠકમાં થયું હતું. તેનું પ્રમાણ ૫૫.૪૯ ટકા જેટલું હતું.* આ ચૂંટણીમાં સૌથી ઓછી ૮૪૬ની મત સરસાઇથી હાલના કેન્દ્રિય મંત્રી દીનશા પટેલ (કોંગ્રેસ) ચૂંટાયા હતા. દીનશા પટેલને ૨૮૪૦૦૪ મત મળ્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના દેવુસિંહ ચૌહાણને ૨૮૩૧૫૮ મત પ્રાપ્ત થયા હતા.
* ગુજરાતમાં સૌથી વધુ મત સરસાઇથી અર્થાત્ ૧૩૬૦૨૮ મતથી વડોદરા બેઠકમાં ભાજપના બાલુ શુક્લ ચૂંટાઇ આવ્યા હતા તેમણે પ્રતિસ્પર્ધી કોંગ્રેસના સત્યજિત ગાયકવાડને હરાવ્યા હતા.* ગુજરાતમાં ૨૦૦૯માં ભાજપને ૧૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી. કોઇ અન્ય પક્ષોને મતદારોએ સ્વીકાર્યો નહોતા.
* ગુજરાતમાં ૧૦ હજાર કરતા ઓછા માર્જિનથી વિજયી બનેલા કુલ પાંચ ઉમેદવાર હતા જેમાં કોંગ્રેસના ખેડાના ઉમેદવાર દીનશા પટેલ (૮૪૬ મત) ભાજપના - પંચમહાલના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ (૨૦૮૧ મત), કોંગ્રેસના સુરેન્દ્રનગરના ઉમેદવાર સોમાભાઇ કોળી પટેલ (૪૮૩૧ મત) ભાજપના- ભાવનગરના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાણા (૫૮૯૩ મત) અને કોંગ્રેસના વલસાડ બેઠકના કિસન પટેલનો (૭૧૬૯ મત) સમાવેશ થતો હતો.* ૧૦ થી ૧૫ હજાર મત સરસાઇવાળી બે બેઠક હતી જેમાં મુકેશ ગઢવી (કોંગ્રેસ, બનાસકાંઠા) ૧૦૩૦૧, દીનુ બોઘા સોલંકી (ભાજપ- જૂનાગઢ) ૧૩૭૫૯ મતનો સમાવેશ થાય છે.
* ૧૭ થી ૨૦ હજાર મત સરસાઇમાં ભાજપના મહેન્દ્રસિંહ (સાબરકાંઠા) ૧૭૧૬૦ અને કોંગ્રેસના જગદીશ ઠાકોરનો (પાટણ) ૧૮૫૦૪ મત- સમાવેશ થાય છે.
* ૨૦ થી ૨૮ હજાર મત સરસાઇવાળી પાંચ બેઠકો હતી જેમાં મહેસાણા (ભાજપ) રાજકોટ (કોંગ્રેસ), જામનગર (કોંગ્રેસ), છોટાઉદેપુર (ભાજપ), ભરૃચ (ભાજપ)નો સમાવેશ થાય છે.* આમ કુલ ૧૪ બેઠકો ૮૪૬થી માંડીને ૨૮ હજાર મતની સરસાઇથી કોંગ્રેસ- ભાજપે જીતી હતી.
આ ચૂંટણીમાં ૬ રાષ્ટ્રીય પક્ષો, ૨૬ રજિસ્ટર્ડ પક્ષોના ઉમેદવારો ઉપરાંત ૧૬૨ અપક્ષ ઉમેદવારોએ ઝૂકાવ્યું હતું. જોકે ભાજપને ૪૭ ટકા, કોંગ્રેસને ૪૩ ટકા અને અન્યને ૧૦ ટકા જ મતો મળ્યા છે.


આ પણ વાંચો :