તમને ખબર છે?, સમગ્ર ભારતમાં ફક્ત ગુજરાતમાં જ ખાતર ઉપર વેટ વસુલાય છે

arjune modhvadhiya
Last Modified ગુરુવાર, 17 એપ્રિલ 2014 (15:39 IST)

ઉત્તર ગુજરાતના મહેસાણા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારશ્રી જીવાભાઇ પટેલના મધ્‍યસ્‍થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્‍યુ હતુ કે, ભાજપ હંમેશા ખેડુતો, યુવાનો, મહિલાઓ સહિત સમાજના તમામ વર્ગને નુકસાન કરે છે. ગુજરાતમાં નોંધાયેલા ૧૦ લાખ શિક્ષિત બેરોજગાર છે અને ન નોંધાયેલા ૧પ લાખ કરતા વધુ બેરોજગાર છે. ઉદ્યોગપતિઓની વકિલાત કરનાર ભાજપ સામાન્‍ય માણસોના અધિકારો છીનવે છે. કોંગ્રેસ પક્ષે યુપીએના શાસનના ૧૦ વર્ષમાં ૬ થી ૧૪ વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર, માહિતીનો અધિકાર, રોજગારનો અધિકાર અને દેશના ૮ર કરોડ લોકોને અન્‍ન સુરક્ષાનો અધિકાર આપ્‍યો. કમનસીબે ગુજરાતની ભાજપ સરકાર મફત શિક્ષણનો અધિકારનો લાભથી સામાન્‍ય માણસોને વંચિત રાખ્‍યા છે.


પ્રમુખશ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ ભાજપના પ્રજાવિરોધી નિર્ણયો સામે મતદાન કરવાની અપીલ કરતા જણાવ્‍યુ હતુ કે, ખેડુતોને ૧૬ કલાક વિજળી આપવાની વાત કરનાર ભાજપ સરકાર છ થી આઠ કલાક વિજળી આપે છે. ભાજપના શાસનમાં વિજળી અતિ મોંઘી થઇ ગઇ છે. ગુજરાત દેશમાં એક માત્ર એવુ રાજય છે જયાં ખાતર ઉપર ૪ ટકા વેટ વસુલાય છે જેના કારણે ગુજરાત ખેડુતોને મોંઘુ ખાતર મળે છે. નર્મદામાં પાણી હોવા છતાં ખેડુતોને સિંચાઇનું પાણી મળતુ નથી. ગ્રામીણ વિસ્‍તારમાં કોંગ્રેસના શાસનમાં ૧૦૦ વારના પ્‍લોટ મફત આપવામાં આવતા હતા જેનાથી સામાન્‍ય માણસ પોતાના ઘરનું ઘર બનાવી શકતા હતા. આજે ભાજપ શાસનમાં ઘરનું ઘર સ્‍વપ્‍ન બની ગયુ છે. સરકારી નોકીરમાં ભાજપના મળતીયાઓ લાખો લોકો ઉઘરાવે છે જેના ીધે લાયકાત ધરાવતા લાખો યુવાનો નોકરીના હક્કથી વંચિત રહે છે. ફિકસ પગારના નામે ભાજપ સરકાર યુવાનો-યુવતિઓનો આર્થિક શોષણ કરે છે.


આ પણ વાંચો :