નીતીશ કુમાર મુશ્કેલીમાં, વધુ એક ઉમેદવાર ચૂંટણી મેદાનમાંથી હટી ગયા

nitish kumar
Last Modified બુધવાર, 16 એપ્રિલ 2014 (11:01 IST)

બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારની પાર્ટી જેડીયૂનાં કિશનગંજ લોકસભા બેઠકનાં ઉમેદવાર અખ્તરુલ ઇમાન કોંગ્રેસ ઉમેદવારનાં પક્ષમાં ચૂંટણી મેદાનમાંથી હટી ગયા છે.
જેડીયૂનાં ઉમેદવાર અખ્તરુલ ઇમાને કહ્યુ કે લઘુમતી વોટ વહેંચાઇ ન જાય એટલા માટે ચૂંટણી મેદાનમાંથી હટી જવાનું નક્કી કર્યુ છે.
કિશનગંજ બેઠક પરથી મૌલાના અસરારુલ કોંગ્રેસની બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે ભાજપે ડી.કે.જયસ્વાલને તેમના ઉમેદવાર બનાવ્યા છે.

કિશનગંજ બેઠક પર 24 એપ્રિલે મતદાન થવાનું છે., અને ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ પણ જતી રહી છે. જેથી જેડીયુ હવે બીજો ઉમેદવાર ઉભો નહી રાખી શકે.
આ પહેલા જેડીયૂ દ્વારા શિવહર બેઠક પરથી સાબિર અલીને ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જેઓ પણ મેદાનમાંથી હટી જતા શાહિદ અલી ખાનને જેડીયૂએ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
આ પણ વાંચો :