પ્રધાનમંત્રી પદ માટે નરેન્દ્ર મોદી કરતા વધુ યોગ્ય હું છુ - નીતિશ કુમાર

પટના | વેબ દુનિયા|

P.R
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને પણ વડાપ્રધાન બનવાના અભરખા જાગ્યાં છે. તેમણે તેમની આ ઈચ્છા સંકલ્પ યાત્રા દરમિયાન જાહેર કરી હતી. સંકલ્પ યાત્રા દરમિયાન નીતિશ કુમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન પદ માટે દાવો કરતાં લોકોમાં હું સૌથી વધુ અનુભવી અને યોગ્ય વ્યક્તિ છું. યાત્રામાં તેમણે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની પણ માંગ કરી હતી.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાદ નરેન્દ્ર મોદી કે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે, એકને સંસદનો અને એકને રાજ્ય કેવી રીતે ચલાવાય તેનો અનુભવ નથી. મારી પાસે બંને અનુભવ છે. શું હું તેમના કરતાં ઓછી યોગ્યતા ધરાવું છું?

જો તમને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવામાં આવે તો? તેવા પ્રશ્નના ઉત્તરમાં તેમણે કહ્યું હતું કે, જેડીયુ પક્ષ ઘણો નાનો છે અને તે કોઈ ખોટા દાવા કરતો નથી, પરંતુ ગંભરતાથી લોકો માટે કામ કરવામાં માને છે. સમાજવાદી પાર્ટીના મુલાયમ સિંહ યાદવ અને એઆઈડીએમકેના જયલલિતા પણ ત્રીજો મોરચાનો ભાગ છે. તેઓ પણ વડાપ્રધાન પદની રેસમાં છે. તે અંગે તેમણે જણાવ્યું હતું કે, તેમાં ખોટું શું છે? દરેક પક્ષને પોતાની અલગ વિચારસરણી હોય છે.
ભાજપ કે કોંગ્રેસ પૈકી કોણ સત્તામાં આવશે તે અંગેના સ્પોન્સર્ડ સરવે પણ ખોટા પડશે તેમ તેણે જણાવ્યું હતું. તમે જેને ત્રીજો મારચો તરીકે જોઈ રહ્યા છો તને પ્રથમ મોરચો તરીકે જોવો પડશે તેમ કહ્યું હતું. ગુજરાતમાં 2002માં થયેલા કોમી રમખાણોના હિસાબે 2014ની લોકસભા ચૂંટણીમાં એનડીએનો પરાજય થયો હતો તેમ ઉમેર્યું હતું.


આ પણ વાંચો :