ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ 11-25 વાગ્યે ભર્યુ ફોર્મ

વેબ દુનિયા| Last Modified બુધવાર, 9 એપ્રિલ 2014 (12:27 IST)

P.R
મોદી રોડ શો શરુ કરાવવા માટે ઉતાવળા બન્યા હોવાનુ પણ સ્પષ્ટ પણે જોવાતુ હતુ. કિર્તિસ્તંભ પહોચ્યા બાદ તેઓ ખુલ્લી જીપમા સવાર થયા બાદ આસપાસના કાર્યકરો તેમજ સુરક્ષા કર્મીઓને ઈશારો કર્યો હતો કે વહેલી તકે જીપ આગળ વધારવામાં આવે.

એવુ લાગે છે કે મોદી વિજય મુર્હતમા ફોર્મ ભરવા માંગતા હોવાથી મોદીએ રોડ શો વહેલી તકે શરુ કરાવવા માટે ઉતાવળ કરી હોય. મોદીના કિર્તિસ્તંભ ખાતેથી રોડ શોનુ શરુઆત થઈ ચુકી છે. વારાણસી ઉપરાંત વડોદરાની પરથી ચુંટણી લડવાના હોવાથી તેઓ ઉમેદવારીપત્ર ભરવાના છેલ્લા દિવસે એટલેકે તા.૯ના રોજ વડોદરા એરપોર્ટ પર આવ્યા બાદ કીર્તીસ્તંભથી રેલી સ્વરૃપે ફોર્મ ભરવા જશે અને ફોર્મ ભર્યા બાદ તુરંતજ તેઓ એરપોર્ટ પર જઇને રવાના થઇ જશે.કીર્તીસ્તંભથી નરેન્દ્ર મોદી માર્કેટ ચાર રસ્તા, પદ્માવતી શોપીંગ સેન્ટર, અમદાવાદીપોળ તેમજ ત્યાંરી રાવપુરા રોડ પર થઇને ક્લેક્ટર કચેરી પહોંચી તેઓ બપોરે ૧૧ વાગે વડોદરા લોકસભા બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવશે.

તરીકે વડોદરાના રાજવી પરિવારના રાજમાતા શુભાંગીનીદેવી રાજે ગાયકવાડ, સ્વ.મકરંદ દેસાઇના પત્ની નિલાબેન, ભાજપના સ્થાપનાકાળના વડોદરાના પ્રથમ અધ્યક્ષ ભુપેન્દ્ર પટેલ, કોર્પોરેશન કચેરી સામે ચ્હાની લારી ચલાવતા કિરણ મહીડા રહેશે. ૅજ્યારે તેમના ડમી ઉમેદવાર તરીકે બાળુ શુકલ ઉમેદવારી નોંધાવશે. ક્લેક્ટર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ નરેન્દ્ર મોદી તુરંતજ એરપોર્ટ પરથી રવાના થઇ જશે.


આ પણ વાંચો :