રાયબરેલીમાં પ્રિયંકા ગાધીએ 'આપ' સાથે હાથ મિલાવી લીધા ?

priyanka
Last Modified શનિવાર, 26 એપ્રિલ 2014 (16:30 IST)

રાયબરેલીમાં પોતાની માતા સોનિયા ગાંધીના પક્ષમાં પ્રચાર કર્યા બાદ પ્રિયંકા ગાંધીએ અમેઠીમાં ભાઈ રાહુલ ગાંધીની જીતનુ મિશન સાચવી લીધુ છે.
પ્રિયંકાએ શનિવારે અમેઠીના જગદીશપુરમાં સભા કરી. આ દરમિયાન પ્રિયંકાએ આમ આદમી પાર્ટીના સમર્થકોને ઘેરી લીધા અને તેમને અમેઠીના ખરાબ રસ્તાઓ પર પ્રશ્ન પૂછ્યા. પ્રિયંકાએ નિશ્ચિત રૂપે તેમના સવાર સાભળ્યા અને જવાબ આપ્યા.આમ આદમી પાર્ટી કાર્યકર્તાઓનુ કહેવુ હતુ કે વિસ્તારના રસ્તા ખૂબ જ ખરાબ છે અને રાહુલ ગાંધીનુ ધ્યાન આ તરફ નથી. પહેલા તો પ્રિયંકાએ ગંભીરતાથી પોતાના વિરોધીઓની વાત સાંભળી અને પછી કહ્યુ, 'બસ આટલુ જ છે ને, કામ પુરૂ થઈ જશે.'

ત્યારબાદ પ્રિયંકાએ AAPના સમર્થકો સાથે હાથ મેળવવાની રજૂઆત કરી. તેમણે કહ્યુ હાથ મેળવી લો આટલા દુ:ખી ન થાવ. પછી તો શુ AAPના સમર્થકોમાં પ્રિયંકા સાથે હાથ મેળવવાની હોડ લાગી ગઈ.


એટલામાં રાહુલ ગાંધી જીંદાબાદ અને પ્રિયંકા ગાંધી જીંદાબાદના નારા લગાવ્યા. આ નારેબાજીમાં AAP સમર્થક હતા કે નહી એ સ્પષ્ટ નથી.
પરંતુ સમગ્ર ઘટનાક્રમથી લાગ્યુ કે AAPના સમર્થક પ્રિયંકાના જવાબથી ખુશ હતા.આ પણ વાંચો :