રોડ શો દ્વારા મોદી સાથે બદલો લેવા રાહુલ ગાંધી પહોંચ્યા વારાણસી

rahul gandhi
Last Modified શનિવાર, 10 મે 2014 (09:37 IST)

નરેન્દ્ર મોદી સાથે અમેઠીનો હિસાબ ચુકતે કરવા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી બનારસ પહોંચી ગયા છે. તેઓ અમેઠીમાં બીજેપીના પીએમ પદના ઉમેદવારની રેલીના જવાબમાં વારાણસીમાં રોડ શો કરી રહ્યા છે. લોકસભાના અંતિમ ચરણમાં વારાણસીમાં થનાર મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે.

ગાંધી પરિવારના ગઢ અમેઠીમાં મોદીની ગર્જનાના પાંચ દિવસ પછી હવે લલકારવાનો વારો રાહુલનો છે. વારાણસીનો મુકાબલો તો પહેલા જ રસપ્રદ હતો. પણ હવે આ રાજકારણીય ગરમાગરમીમાં વધુ એક શોટ મારવાનો વારો રાહુલ ગાંધીનો છે. રાહુલ અમેઠીમાં મોદીના જોરદાર ચૂંટણી પ્રચારનો બદલો વારાણસીમાં લઈ રહ્યા છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષનો ઈરાદો છે કે મોદીના ચૂંટણી ક્ષેત્રમાં ઈંટનો જવાબ પત્થરથી આપવામાં આવે. અમેઠીમાં પાંચ મે ના રોજ રોડ શો દરમિયાન ગાંધી પરિવારને નિશાન બનાવ્યા પછી બનારસમાં આ રોડ શો નો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોંગ્રેસ ઉપાધ્યક્ષનો રોડ શો
વારાણસીના પીલીકોઠીથી વિશ્વેશ્વરગંજ, લહુરાબીર ચૌક, ચેતગંજ, નઈ સડક, ગોદૌલિયા, બંગાળી, ટોલા, સોનારપુર, અસ્સીથી થઈને શહેરની વચ્ચે વચ્ચ લંકા ગેટ પર પુરો થશે.


આ પણ વાંચો :