લોકસભાની ચુંટણી આવી, ખાતમુહુર્તો અને લોકાર્પણોની વણથંભી હારમાળા લાવી

P.R
રાજય સરકારે લોકસભાની ચુંટણી નજીક આવતા વિકાસકામોના ખાતમુહુર્તો અને લોકાર્પણો તરફ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. આ મહિનાના અંત સુધીમાં ચુંટણીની આચારસંહિતા લાગુ પડવાની ધારણા અનુસાર વિભાગવાર બાકી કામો પુરા કરવા સુચના અપાઇ છે. ભાજપના પદાધિકારીઓને વધુમાં વધુ કાર્યક્રમોમાં હાજરી આપી નરેન્દ્ર મોદીની સરકારના ગુણગાન ગાવા જણાવાયાનું જાણવા મળે છે. સામાન્ય રીતે દરેક ચુંટણી પુર્વે શાસક પક્ષ જશ મળે તેવા કાર્યક્રમો હાથ ધરે છે. ગઇ ધારાસભાની ચુંટણી પહેલા વણથંભી વિકાસ યાત્રાના નામે કાર્યક્રમોની હારમાળા સર્જવામાં આવેલ. આ વખતે પણ તેનું પુનરાવર્તન થવાના એંધાણ વર્તાય છે. રાજય સરકારે દરેક વિભાગને લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા પાત્ર કામોની યાદી મોકલવા સુચના આપ્યાસનું જાણવા મળે છે.

દરેક જિલ્લામાં દરેક વિભાગના સરકારને જશ મળવાપાત્ર કામોની માહીતી માંગી સરકાર નિヘતિ કોઇ સમય મર્યાદામાં લોકાર્પણો અને ખાતમુહુર્તો માટે ઝુંબેશ ઉપાડે તેવી શકયતા છે. પ્રાથમીક સુવિધાના સામાન્યા કામો ઉપરાંત ૧૧પ ડેમ નર્મદાના નીરથી ભરવાની મહત્વમકાંક્ષી સૌની યોજના સહિતના કામોના ખાતમુહુર્ત તેમજ તૈયાર કામોના ઉદઘાટનોની તૈયારી થઇ રહી છે.

સરકાર દ્વારા લોકોને ઝડપથી સુવિધા ઉભી કરાવવાના હેતુ ઉપરાંત જનસંપર્કનો પણ હેતુ છે. કાર્યક્રમના નામે અધિકારીઓ અને ભાજપના કાર્યકરો લોકોની વચ્ચેુ જઇ રાજય સરકારનો પ્રચાર કરે અને સરકાર માટે પ્રજામાં શું છાપ છે? તે જાણવા પ્રયાસ કરે તેવો પ્રયત્નન હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો :