લોકસભા ચૂંટણી 2014 : બીજેપીએ 52 બેઠકો માટે બીજી યાદી જાહેર

નવી દિલ્હી | વેબ દુનિયા| Last Modified શનિવાર, 8 માર્ચ 2014 (16:11 IST)

P.R
લોકસભા ચૂંટણી માટે આજે મહિલા દિવસે ભાજપે આજે બીજી યાદી જાહેર કરી છે .જેમાં 52 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત થવા પામી છે. શિમોગાથી બી.એસ યેદિયુરપ્પાને ભાજપે ચૂંટણી મેદાને ઉતાર્યા છે. તો અનંત કુમાર બેંગ્લોર (દક્ષિણ)થી ચૂંટણી લડશે. બેંગ્લોર ( ઉત્તર)થી સદાનંદ ગૌડ઼ા પર પાર્ટીએ પસંદગી ઉતારી છે. તો હુલગી બેઠક માટે ચંદન મિત્રી અને આસનસોલ બેઠક માટે બાબુલ સુપ્રિયો પર ભાજપે વિશ્વાસ ઉતાર્યો છેે.આ ઉપરાંત બેંગ્લોર ગ્રામીણ બેઠક માટે મુનિરાજ ગૌડ અને બાલાસોર બેઠક માટે પ્રતાપ સારંગીને તક મળી છે.

નોંધનીય છેકે બીજી યાદીમાં નરેન્દ્ર મોદીનું નામ નથી. આ યાદીમાં કર્ણાટકની 20 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે. જ્યારે પશ્ચિમ બંગાળની 9 અને કેરલની 3 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર થયા છે

આ અગાઉ ભાજપે 27મી ફેબ્રુઆરીના રોજ પહેલી યાદી જાહેર કરી હતી જેમાં 54 બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી. જેમાં 16 બેઠકો મહારાષ્ટ્રની હતી જ્યારે અન્ય બેઠકોમાં 3 હિમાચલ, 5 જ્મ્મુ કાશ્મીર,2 અરૂણાચલ, 17 પશ્ચિમબંગાળ અને 6 બેઠક ઓડિશાનો સમાવેશ થયો હતો. મળતી માહિતી મુજબ, હવે ત્રીજી લિસ્ટ 13મી માર્ચે જાહેર થશે.


આ પણ વાંચો :