વારાણસીમાં કેજરીવાલને વિરોધના કારણે પોતાનુ ઘર બદલવુ પડ્યુ

kejriwal
Last Modified શનિવાર, 19 એપ્રિલ 2014 (12:03 IST)


કાશી નગરીમાં આમ આદમી પાર્ટીનો વિરોધ સતત ચાલુ છે. વારાણસીના સંકટમોચન મંદિરથી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરનાર કેજરીવાલના વિરોધને કારણે પોતાની જગ્યા બદલવી પડી. જો કે મંદિરના પ્રમુખ વિશમ્ભર મિશ્રાએ આ વાતથી ઈન્કાર કર્યો છે કે કોઈ પ્રકારના વિરોધ કે દબાણમાં કેજરીવાલને મંદિરના ગેસ્ટ હાઉસ ખાલી કરાવવામાં આવ્યું છે.
જો કે, ચૂંટણી પ્રચારને માટે દિલ્હીથી વારાણસી પહોંચેલા અરવિંદ કેજરીવાલે બે – ત્રણ દિવસોને માટે સંકટમોચન મંદિરના ગેસ્ટ હાઉસમાં રોકાવવામાં આવ્યા હતા. મંદિરના પ્રમુખના મુદબ આ સાચું છે કે નહી અહી રહેનાર કોઈ પણ વ્યક્તિને રાજકીય કામકાજ કે ચૂંટણી પ્રચાર કરવાની પરવાનગી નહી આપવામાં આવી શકે. આથી આ વાતને લઈને થોડુંક દબાણ જરૂર હતું.

હાલ તો વારણસીમાં કેજરીવાલને માટે એક ઓફિસ બનાવવામાં આવી છે. આ ઓફિસમાં કેજરીવાલને શિફ્ટ કરવામા આવ્યા છે. આ ઓફિસ શિવાજીનગર કોલોનીમાં છે જ્યાં કેજરીવાલ પરિવારની સાથે રહી રહ્યા છે. આ વચ્ચે અરવિંદ કેજરીવાલે કહ્યું કે તે બાબતમાં હાલમાં થયેલા હુમલાની પાછળ ભાજપનો હાથ છે. કેજરીવાલે અહીં કોઈ જનસભાઓને સંબોધન કરતા કહ્યું કે થપ્પડ મારવો કે પથ્થર ફેંકવાની ઘટના પાછળ ભાજપ હતી.
મુસ્લિમ મતદારોને મનાવવાના પ્રયત્ન હેઠળ કેજરીવાલે જનસભાઓ દરમ્યાન વધારે મુઝફ્ફરનગરના રમખાણની બાબતમાં વાત કરી. જૈતપુરા વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના 1500થી વધારેના લોકોને સંબોધન કરતા કેજરીવાલે રાજ્યની સમાજવાદી પાર્ટી સરકાર પર ભ્રષ્ટાચારને લઈને હુમલો કર્યો.


આ પણ વાંચો :