શુ આપ જાણો છો ચૂંટણી સમયે નેતાઓ હવાઈયાત્રા પાછળ કેટલો ખર્ચ કરી રહ્યા છે ?

નરેન્દ્ર મોદી સૌથી મોખરે

નવી દિલ્હી :| વેબ દુનિયા| Last Modified ગુરુવાર, 13 માર્ચ 2014 (11:09 IST)

P.R
ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી અન્ય નેતાઓની સરખામણીમાં વધારે હવામાં ઉડી રહ્યાં છે. ચૂંટણી પ્રચારમાં સૌથી આગળ છે. જે કારણોસર તેમને ચાર્ટર્ડ વિમાન અને હેલીકોપ્ટરની તાતી જરૂરિયાત રહે છે. વર્ષ 2009માં ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ સૌથી વધારે ઉડાણ ભરવાનો વિક્રમ બનાવ્યો હતો. જેને રેકોર્ડને આ વખતે નરેન્દ્ર મોદીએ પાછળ છોડી દીધો છે.

આ વખતે હવાઈ જહાજ અને હેલીકોપ્ટર આપનારી કંપનીઓએ ભાડામાં વધારો કરી દીધો છે. તેમ છતાં ડીમાન્ડમાં કોઈ કમી નથી. આ વખતે વિમાનો અને હેલીકોપ્ટરમાં વિકલ્પ ઓછા છે પરંતુ તે પહેલા કરતા વધારે આરામદાયક અને લક્ઝરી સુખ-સુવિધાઓથી ભરપૂર છે.

હવે નેતાઓ કે પછી તેનાથી વધારે સારું લઈ રહ્યાં છે. B200 કિંગ એયરમાં એક કલાકની ઉડાણ માટે સવા લાખ રૂપિયા આપવા પડે છે. જ્યારે ફૈલ્કૉન 7Xમાં સાડા ચાર લાખ રૂપિયા પ્રતિ કલાકનો ભાવ છે. આ ઉપરાંત તેના ઉપર ટેક્સ પણ આપવો પડતો હોય છે.
દરેકે પાર્ટીઓના નેતાઓ ઉડાણ ભરી રહ્યાં છે. પરંતુ નરેન્દ્ર મોદી સૌથી આગળ છે. તેમના પછી રાહુલ ગાંધીનો નંબર છે. વર્તમાન સમયે દેશમાં લગભગ 35 હેલીકોપ્ટર વીઆઈપી ઉડાણ માટે ઉપલબ્ધ છે. ફિક્સડ વિંગ વાળા એયરક્રાફ્ટની સંખ્યા લગભગ 70 છે. વીઆઈપી ઉડાણ માટે એ જરૂરી છે કે એયરક્રાફ્ટ બે એન્જિનો વાળા હોય.

ભાજપના નેતાઓ નામી કંપનીઓ પાસેથી ભાડા પર વિમાનો લે છે પરંતુ નરેન્દ્ર મોદીની યાત્રાનો કાર્યક્રમ અમદાવાદથી બને છે અને તેમના માટે વિમાન વગેરે ત્યાંથી આવે છે. અફવાહ છેકે અદાણી સમૂહ સાથે સંકળાયેલ છે.
અમુક પ્રાઈવેટ કંપનીઓ જેવી કે જીએમઆર, કોંગ્રેસના નેતાઓ માટે વિમાન વગેરે ભાડે આપે છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તેમના જ વિમાનો અને હેલીકોપ્ટરથી ઉડાણ ભરે છે. સોનિયા અને રાહુલ જે ફૈલ્કૉન 2000 વિમાનોમાં ઉડાણ ભરે છે તેનું ભાડું 2.85 લાખ રૂપિયા પ્રતિ કલાક છે. તે પ્રમાણે છત્તીસગઢ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ રમન સિંહ અને વસુંધરા રાજે જે હેલીકોપ્ટરથી ઉડાણ ભરે છે તેનું ભાડું 1.60 લાખ રૂપિયા પ્રતિ કલાક છે.
ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણઈ 12 બેઠકવાળું બેલ 412 હેલીકોપ્ટર યાત્રા માટે વધારે પસંદ કરે છે. 2009માં તેમણે આવા જ હેલિકોપ્ટરમાં 200 કલાકની ઉડાણ ભરી હતી. તેને ભાડે લેવા માટે ર લાખ રૂપિયા પ્રતિ કલાકના દરે ચૂકવણી કરી પડે છે.

બેલ સિરીઝનું હેલીકોપ્ટર 429 બેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતનું મનગમતું છે. જેના માટે પ્રતિ કલાક 1.50 લાખ રૂપિયા ભાડા પેટે આપવા પડે છે.
આ વ્યવસાય સાથે સંકળાયેલા એક વ્યક્તિએ જણાવ્યું કે વીઆઈપીની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેમને બે એન્જિનવાળા હેલીકોપ્ટર જ ભાડે આપવામાં આવે છે. આવા હેલીકોપ્ટર ઓછા ઉપલબ્ધ છે. તેની માટે એડવાન્સ બુકીંગ કરવામાં આવે છે. પરંતુ ક્યારેક અંતિમ સમયે પણ બુકિંગ કરવામાં આવે છે.

ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા મોટા રાજ્યોમાં વર્તમાન સમયે વીઆઈપી ટ્રાફિક સૌથી વધારે છે. આ રાજ્યોમાં નેતાઓએ દૂર દૂર જવાનું થઈ રહ્યું છે. હેલીકોપ્ટરથી ઉડાણ ભરવાથી એક ફાયદો એ થાય છેકે લોકો તેમને જોવા માટે ભારે માત્રામાં એકત્ર થઈ જાય છે. ગ્રામીણ વિસ્તારોમાં હેલીકોપ્ટર જોવા માટે ખાસ કરીને લોકો આવતા હોય છે.


આ પણ વાંચો :