સોનિયા અને રાહુલ વિરોધમાં ગંદી પુસ્તિકા વહેંચાતા પ્રિયંકા ગાંધી ગુસ્સે ભરાઈ

સોનિયા અને રાહુલ વિરોધમાં ગંદી પુસ્તિકા વહેંચાતા પ્રિયંકા ગાંધી ગુસ્સે ભરાઈ

modi vs priyanka
Last Modified શનિવાર, 3 મે 2014 (11:54 IST)

અમેઠી નાની મોટી જનસભાઓ કરીને પોતાના ભાઇનો પ્રચાર કરી રહેલા પ્રિયંકા ગાંધી ગુસ્સે ભરાયા અને કહ્યું કે આમને-સામનેની લડાઈ હારી ચૂકલા વિરોધી પાછળથી હુમલો કરે છે. વિરોધીઓ રાત્રે ગંદી પુસ્તિકાઓ વહેંચી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે અમેઠી અને તેના આસપાસ્માં વિસ્તારોમાં બે પુસ્તિકાઓ ફરી રહી છે જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સંદર્ભે ગંદી વાતો સાથે ભદ્દા આરોપો લગાડવામાં આવ્યા છે. આ ઉપરાંત આ પુસ્તિકામાં ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો પણ લેખ છે. આ પુસ્તિકા કોણ વહેંચી રહ્યું
છે તે સ્પષ્ટ નથી.


સપા,બસપા અને કોંગ્રેસે એકસાથે બંધ રૂમમાં જમે છે - મોદી


લોઅકસભા ચૂંટ્ણી માટે બે તબ્બકાનુ મતદાન બાકી
રહ્યું છે .તે સાથે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરી જંગ જામ્યો છે. નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશ ખાતે યોજાયેલી ગોંડાની રેલીમાં ગરીબી મુદ્દે રાહુલ ગાંધી આડેહાથે લેતા ફરીથી કહ્યું કે કાંગ્રેસના શહેજાદાને ગરીબી શું છે તે ખબર નથી એટલે તે ગરીબોને જોવા માટે મીડિયાને લઈને જાય છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે જેનો મંત્ર મર જવાન મર કિસાન હોય તે દેશ ક્યારેક બચી ન શકે. સરદાર વલ્લ્ભભાઈ પટેલ દેશના વડાપ્રધાન બન્યા હોય તો દેશની આવી દુર્દશા થઈ હોત્ એક તરફ જવાનો યુદ્ધની જગ્યાએ આંતકીઓની ગોળીઓથી વધારે શહીદ થયાં છે તો યુપીએના શાસનમાં દસ વર્ષમાં ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર થયા છે. આ ઉપરાંત સપા,બસપા અને કોંગ્રેસેને આડેહાથે લેતા કહ્યું કે સપા,બસપા અને કોંગ્રેસે એકસાથે બંધ રૂમમાં જમે છે.


આ પણ વાંચો :