હુ ચૂંટણી લડીશ તો માત્ર અમૃતસરથી નહી તો ક્યાયથી પણ નહી - સિદ્ધૂ

P.R
બીજેપીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની લોકસભા સીટને લઈને સસપેંસ આજે પુરૂ થવાની તૈયારીમાં છે. પણ સીટોનુ એલાન કરતા પહેલા બીજેપીના સાંસદ નવજોત સિદ્ધૂએ કહ્યુ કે તેઓ ચૂંટણી લડશે તો માત્ર અમૃતસર સીટ પરથી જ નહી તો ક્યાયથી પણ નહી લડે. સૂત્રોનુ કહેવુ છે કે અમૃતસરથી બીજેપી અરુણ જેટલીને મેદાનમાં ઉતારવા માંગે છે. આ માટે સિદ્ધૂને બીજેપી ચૂંટણી સમિતિની બેઠકમાં બોલાવવામાં આવ્યા. જ્યારે સિદ્ધૂને પૂછવામાં આવ્યુ કે જો તેમને અમૃતસરથી ટિકિટ ન મળી તો શુ તેઓ રાજ્યસભાની ટિકિટ માંગશે તો તેમણે કહ્યુ કે આજ સુધી પાર્ટી પાસેથી કશુ જ નથી માગ્યુ. તે માંગનારાઓમાંથી નથી પણ આપનારાઓમાંથી છે.

ગિરિરાજ સિંહ માની ગયા ?

બીજી બાજુ એવુ જાણવા મળ્યુ છે કે ગિરિરાજ સિંહ બિહારની નવાદા સીટ પરથી ચૂંટણી લડવા રાજી થઈ ગયા છે. સૂત્રોનુ કહેવુ છે કે સિંહ આ વિશે રવિવારે એલાન કરી શકે છે. એવુ કહેવાય રહ્યુ છે કે મોદી સાથે મુલાકાત પછી તેઓ રાજી થયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સિંહ બેગૂસરાયથી ચૂંટણી લડવા માંગતા હતા પણ પાર્ટીએ તેમને નવાદાથી ટિકિટ આપી હતી. ત્યારબાદ તેઓ નારાજ હતા. તેમણે તો એવુ પણ કહી દીધુ હતુ કે હવે કુરબાની આપવાનો સમય આવી ગયો છે.

બીજી બાજુ મોદીના વારાણસી ચૂંટણી લડવાની ચર્ચા ઝડપી છે. દિલ્હીમાં સવારથી ચાલી રહેલ પાર્ટીની ચૂંટણી સમિતિની બેઠકમાં યૂપી અને દિલ્હી સહિત કેટલાક અન્ય રાજ્યોના ઉમેદવાર નક્કી કરવાને લઈને ચર્ચા થઈ રહી છે. બેઠકમાં નરેન્દ્ર મોદી અને પાર્ટીના બધા વરિષ્ઠ નેતા હાજર છે. સૂત્રોના મુજબ મોદી વારાણસી સીટ પરથી ચૂંટણી લડવા માંગે છે. પણ વર્તમાન સાંસદ મુરલી મનોહર જોશી સીટ છોડવા માટે તૈયાર નથી. આ જ રીતે લાલજી ટંડન રાજનાથ માટે સીટ છોડવા નથી માંગતા.


મોદી રાજનાથ જોશી સહિત મોટા નેતાઓની સીટોનુ એલાન શક્ય

પાર્ટીના સૂત્રોનુ માનીએ તો મોદીની વારાણસી સીટ લગભગ નક્કી છે. આ સીટ પરથી સાંસદ અને પાર્ટીના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીને કાનપુરથી ઉમેદવાર બનાવવાની વાત સામે આવી રહી છે. પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહને લખનૌ સીટ મળવાની પ્રબળ શક્યતા છે. જો કે જાણવા મળ્યુ છે કે રાજનાથ ચિત્તોડગઢની સીટ પરથી ચૂંટણી લડવાના ઈચ્છુક છે. આજે ગુજરાતની સીટો પર નિર્ણય નહી થાય. પણ ઉત્તરપ્રદેશની 50 સીટો માટે ઉમેદવારોના નામનુ એલાન કરી દેવામાં આવશે. જેમા અનેક મોટા નેતાઓની સીટો બદલી શકાય છે. વરિષ્ઠ નેતા કલરાજ મિશ્રની સીટ પણ બદલી શકાય છે.

બીજી બાજુ સંઘના નેતા પણ દિલ્હી પહોંચી ગયા છે. તેથી એવુ કહેવાય રહ્યુ છે કે પાર્ટીના આ મુખ્ય નેતાઓની સીટોનુ એલાન આજે કરી શકાય છે. શક્ય છે કે મોડી સાંજ સુધી બધી જાહેરાત કરવામાં આવે. બીજેપીની આગામી બેઠક 19 માર્ચના રોજ થશે.

બીજેપીમાં આ ચાર સીટ પર ફસાયો છે પેચ

બીજેપીમાં યૂપીની ચાર સીટોને લઈને પેચ ફંસાયો છે. આ સીટો છે વારાણસી-લખનૌ-કાનપુર-અયોધ્યા.

ભાજપની ત્રીજી યાદીમાં જે સંભવિત ઉમેદવાર

નરેન્દ્ર મોદી - વારાણસી

મુરલી મનોહર જોષી - કાનપુર

રાજનાથ સિંહ - લખનૌ

કલ્યાણ સિંહ - એટા

અરૂણ જેટલી - અમૃતસર

નવજોત સિંહ સિદ્ધૂ- કુરુક્ષેત્ર, વેસ્ટ દિલ્હી

જનરલ વી.કે સિંહ - જોધપુર

જસવત સિંહ - બીકાનેર

કલરાજ સિંહ- શ્રાવસ્તી

અજય અગ્રવાલ - રાયબરેલી

મહેશ શર્મા - નોયડા

કેસરીનાથ ત્રિપાઠી - ઈલાહાબાગ

ઉમા ભારતી -ઝાંસી

મેનકા ગાંધી - પીલીભીત

રમાકાંત યાદવ - આઝમગઢ


આ પણ વાંચો :