રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By

શુ તમે પણ કૂતરુ પાળવા માંગો છો ? તો જાણી લો કૂતરા વિશે રોચક તથ્ય

મિત્રો જાનવરોમાં કૂતરુ જ એવી પહેલી પ્રજાતિ હતી જેને લોકોએ પાળવુ શરૂ કર્યુ. કૂતરાનો અકાર અને રંગમાં વિવિધતા જોવા મળે છે. કૂતરુ લોકો માટે અનેક ભૂમિકાઓ ભજવે છે. જેવુ કે શિકાર કરવો ભાર ખેંચવો.. સંરક્ષણ કરવુ .. પોલીસ અને સૈન્ય સહાયતા કરવી અને તાજેતરમાં વિકલાંગ વ્યક્તિઓ અને ચિકિત્સીય ભૂમિકાઓની મદદ કરવી. 
 
તમારામાંથી અનેક લોકોના ઘરમાં પાલતૂ કૂતરા હશે તો બની શકે કે તમે તેને પાળવાનુ વિચારી રહ્યા હોય.. તો આવો જાણી લો કૂતરા વિશે રોચક તથ્ય 
 
- એક કૂતરુ સરેરાશ 11 વર્ષ જીવે છે... 
- કૂતરાની સામાન્ય બોડી તાપમાન 101.2 રહે છે. 
- એક વયસ્ક કૂતરાના 42 દાંત  હોય છે. 
- એક નોર્મલ કૂતરુ 2 વર્ષના બાળક જેટલુ બુદ્ધિમાન હોય છે 
- કૂતરનુ નાક અને પંજા જ એવો ભાગ છે જે જ્યા પરસેવો આવે છે. 
- કૂતરાની સૂંધવાની શક્તિ માણસ કરતા  10,000 ગણી વધુ હોય છે 
- કૂતરાનુ લોહી 13 પ્રકારનુ હોય છે જ્યારે કે માણસના લોહીના 4 પ્રકાર હોય છે ( (O ,A ,B, AB  )
- કૂતરુ જો પોતાની પૂંછડી જમણી બાજુ હલાવે તો એ ખુશ છે એવુ સમજો અને જો ડાબી બાજુ હલાવે તો તે ગુસ્સામાં છે. 
- કૂતરુ પણ માણસોની જેમ જ સપના જોઈ શકે છે. ક્યારેક તમે ધ્યાન આપશો તો જોશો કે કૂતરુ સૂતી વખતે પોતાના પગ હલાવે છે જાણે કે તેઓ કોઈની પાછળ ભાગી રહ્યા હોય.. 
- એક કૂતરાની સાંભળવાની ક્ષમતા કોઈ માણસની તુલનામાં 10 ગણી વધુ હોય છે 
- એક સમાઅન્ય કૂતરુ 19 માઈલ્સ પ્રતિ કલાકની અધિકતમ ગતિથી દોડી શકે છે. 
- કૂતરાના નાકની પ્રિંટની બનાવટ  માણસના ફિંગર પ્રિંટ સાથે ઘણી મેચ કરે છે. 
- કૂતરાની કે માત્ર પરસેવાની ગ્રંથિ તેના પગના અંગૂઠાની વચ્ચે હોય છે 
- કુતરુ સર્વભક્ષી હોય છે 
- જેટલી એક માણસની એયર મસસ્લ હોય છે તેનાથી બમણી કૂતરાની હોય છે. 
- 10 વર્ષની વય પાર કર્યા પછી 50%થી વધુ કૂતરાનુ મોત કેંસરથી થાય છે  
- ચોકલેટ ખાવાથી પણ તેમનુ મોત થઈ શકે છે 
- એક ફીમેલ કૂતરુ પોતાના બાળકોને જન્મ આપતા પહેલા લગભગ 60 દિવસ સુધી પોતાના પેટમાં રાખે છે.
- આ એક મિથક છે કે કૂતરા કલર બ્લાઈંડ હોય છે અને રંગ નથી જોઈ શકતા. તે રંગોને જોઈ શકે છે પણ માણસોની જેમ એટલુ સ્પષ્ટ નથી. 
- અમેરિકામાં દરેક 3માંથી એક થી વધુ ઘરમાં પાલતૂ  કૂતરા જોવા મળે છે. 
- ચાઈનામાં દરરોજ 30000 કૂતરાઅ તેમના માંસ અને ચામડી માટે મારી નાખવામાં આવે છે. 
- કૂતરાની સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યા જાડાપણુ છે 
- લોકો 12000 વર્ષથી વધુ સમયથી કૂતરાને ઘરમાં પાળી રહ્યા છે.. 
 
તો મિત્રો આ હતી કૂતરા વિશે રોચક માહિતી જો આપને અમારી આ માહિતી ગમી હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને હા અમારા યુટ્યુબ વીડિયોને સબસ્ક્રાઈબ કરવાનુ ભૂલશો નહી.