શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. આજ-કાલ
  3. મંથન
Written By

OMG ગુજરાતના આ ગામના કુતરા છે કરોડપતિ.... અહીના પક્ષી અને જાનવર પણ ખુશ...!!

તમે જમીનદારો વિશે તો સાંભળ્યુ જ હશે.  પણ આજે અમે તમારો મેળાપ કરાવીએ છીએ ગુજરાતના મહેસાણા જીલ્લાના પંચોત ગામના કૂતરાઓ સાથે. . આ કૂતરા જમીનના પહેરેદાર છે. તમને જાણીને નવાઈ લાગશે કે જમીનની પહેરેદારીથી આ કૂતરાની વર્ષોથી કરોડોની કમાણી થઈ રહી છે. છેલ્લા એક દસકામાં રાઘનપુરની તરફ મેહસાણા બાયપાસના નિર્માણને કારણે જમીનની કિમંતો ઝડપથી વધી રહી છે અને તેનાથી સૌથી વધુ લાભ ગામના કૂતરાને થઈ રહ્યો છે. 
 
ગામના અનૌપચારિક ટ્રસ્ટ (જેણે મધની પતિ કુતારિયા ટ્રસ્ટના રૂપમાં ઓળખાય છે)ની પાસે જમીનનો 21 એકર ભાગ છે.  તેથી જમીન વાસ્તવિક રૂપે કૂતરાઓનેનામ નથી. પણ જમનમાંથી સંપૂર્ણ આવક ખેતી માટે વાર્ષિક લીલામીને અલગ રૂપે કૂતરાઓ માટે રાખવામાં આવે છે.  બાયપાસની પાસે આ જમીનની વર્તમાનમાં કિમંત લગભગ સરેરાશ 3.5 કરોડ પ્રતિ બીધા છે. 
 
ગામનો ઈતિહાસ જાનવરો માટે કરુણા 
 
ટ્રસ્ટના અધ્યક્ષ છગનભાઈ પટેલે કહ્યુ કે જાનવરો માટે કરુણા ગમાના લાંબા ઈતિહાસનો ભાગ છે. તેમણે કહ્યુ મઘની પતિ કુતારિય ટ્રસ્ટની શરૂઆત અમીર પરિવાર દ્વારા જમીનના ટુકડાને દાન કરવાની પરંપરાથી થઈ. જેને કાયમ રાખવુ સહેલી નહોતી. એ સમયે જમીનની કિમંત વધુ નહોતિ. થોડાક મામલે જમીન દાન એટલા માટે કરવામાં આવતુ કારણ કે જમીન માલિક ટેક્સ ચુકવવામાં નિષ્ફળ રહેતો હતો અને જમીન દાનથી આ જવાબદારીથી મુક્તિ અપાવી.  પટેલ ખેડૂતોન સમૂહ, ખાસ રીતે પ્રભા લલ્લૂ, ચતૂર વિષા, અમ્થા કાલૂ અને લખા સેઠે લગભગ 70 થી 80 વર્ષ પહેલા ભૂમિ પ્રશાસન શરૂ કર્યુ હતુ. 
જાનવર અને સમાજસેવા માટે જમીન દાનમાં આપી 
 
પટેલે જણાવ્યુ કે લગભગ 70 વર્ષ પેહલા લગભગ બધા જમીન ટ્રસ્ટની આધીન થઈ ગઈ.  જેમ જેમ પંચોત ગામન વિકાસ થયો તેમ તેમ આ જમીનની કિમંતો વધી છે. જમીન દાન પણ હવે બંધ થઈ ગયુ છે .   સ્થાનાંરિત થનારી જમીન માટે કોઈ ઔપચારિક દસ્તાવેજ નથી અને જમીનનો રેકોર્ડ હજુ પણ મૂળ માલિકનુ નામ જ બતાવે છે.   તેમણે કહ્યુ જમીન માલિકોમાંથી કોઈપણ 
 
ક્યારેય પોતાના ભાગને ફરી મેળવવા પરત આવી શકે છે.   આ જમીનને જાનવરો અને સમાજ સેવા માટે દાન કરવામાં આવી હતી. પટેલોની  આંટીએ પણ બે બીધા જમ્ીન દાન કરી હતી.  
 
અમે જાનવરોને આપી સેવા માટે બનાવી મજબૂત વ્યવસ્થા 
 
દરેક વર્ષે ટ્રસ્ટના ભૂમિ બેંકના દરેક ભૂખંડની બોવણીની ઋતુ પહેલા લીલામી કરવામાં આવે છે. ઉચ્ચ બોલી લગાવનારને એક વર્ષ માટે ખેતી કરવાનો અધિકાર મળે છે. દશરથ પટેલ એ પરિવારના વંશમાંથી એક છે જેમણે આ પોતાની 1.5 બીધા જમીન દાન કરી હતી. તેમણે કહ્યુ કે ગામ ગર્વ કરે છે કે અમે જાનવરોની સેવા માટે આટલી મજબૂત વ્યવસ્થા બનાવી છે. 
6 હજારની વસ્તીવાળા ગામમાં છે લગભગ 15 મંદિર 
 
દશરથ પટેલે કહ્યુ આનુ એક કારણ વસ્તીનો ધાર્મિક સ્વભાવ પણ હોઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે દશરત વર્તમન સરપંચ કાંતાબેનના પતિ છે.  તેમણે જણાવ્યુ કે 6 હજારની વસ્તીવાળા ગામમાં લગભગ 15 મંદિર છે. તેમણે જણાવ્યુ કે જાનવરોની દેખરેખની સંસ્કૃતિને એક પેઢીથી બીજા સુધી લઈ જવામાં આવે છે.  મને યાદ છે કે લગભગ 60 વર્ષ પહેલા કૂતરા માટે શીરો બનાવવાની સામુદાયિક પહેલમાં હુ પણ સામેલ થયો હતો. એ સમયે લગભગ 15 લોકોએ પૈસા લીધા વગર કૂતરાને ખાવા માટે રોટલા બનાવવાની જવાબદારી લીધી હતી.  અહી સુધી કે ઘંટીના માલિકે પણ એક પણ પૈસો લીધો નહોતો. 
 
2015માં રોટલા ઘરનુ નિર્માણ થયુ 
 
વર્ષ 2015માં ટ્રસ્ટે વિશેષ ઈમારતનુ નિર્માણ કર્યુ જેનુ નામ રોટલા ઘર રાખવામાં આવ્યુ. જ્યા બે મહિલાઓ દ્વારા રોટલા બનાવવામાં આવે છે.  તેઓ દરરોજ 20થી 30 કિલો લોટમાંથી લગભગ 80 રોટલા બનાવે છે. જ્યારપછી સ્વયં સેવક રોટલા અને ફ્લેટબ્રેડને લારે પર લોડ કરે છે અને લગભગ 7.30 વાગ્યે તેનુ વિતરણ કરવામાં આવે છે.  35 વર્ષીય સ્વયંસેવક ગોવિંદ પટેલ મુજબ, રોઅલાના વિતરણ માટે 11 સ્થાન પર જવામાં લગભગ એક કલાકનો સમય લાગે છે.  જ્યારે રખડુ કૂતરાઓની સંખ્યા સૌથી વધુ છે. 
 
મહિનામાં બે વાર ખવડાવે છે લાડૂ 
 
ગોવિંદ પટેલે જણાવ્યુ કે ગામમાં રહેનારા કૂતરાને સ્થાનીક લોકો ભોજન આપે છે. લારી પર લદાયેલા ખાવાનુ ખેતર પાસે અને બહારી વિસ્તારમાં રહેનારા કૂતરાને આપવામાં આવે છે.  મહિનામા બે વાર અમે લાડૂ પણ ખવડાવીએ છીએ. તેમનુ કહેવુ છે કે મનુષ્યો અને જાનવરોની સેવા કરવી પરમેશ્વરની સેવા કરવાની એક યુક્તિ છે. 
 
ઉલ્લેખનીય છે કે ધર્માર્થ પરંપરાના નામે શરૂ થયેલ આ ટ્રસ્ટ ફક્ત કૂતરાની સેવા સુધી સીમિત નથી.  ટ્રસ્ટના સ્વયં સેવક બધા પક્ષીઓ અને જાનવરોની સેવા કરે છે.  આ ટ્રસ્ટને વાર્ષિક પક્ષીઓ માટે 500 કિલોગ્રામ અનાજ પ્રાપ્ત થાય છે. ખાસ કરીને હોળીના અવસર પર. ગામના એબોલા ટ્રસ્ટ (જેને શિવગંગા પશુ હેલ્પલાઈનના રૂપમાં પણ ઓળખવામાં આવે છે) માં ગાય માટે એરકંડીશંડ યુક્ત વોર્ડ પણ બનાવ્યા છે.  અહી પક્ષીઓ વાંદરાઓ અને અન્ય જાનવરો માટે વિવિધ કક્ષ બન્યા છે. 
 
અબોલાનો અર્થ થાય છે જે બોલી શકતા નથી.  ટ્રસ્ટના એક પૂર્વ પ્રશાસક ડાહ્યાભાઈ પટેલે કહ્યુ કે ગુજરાતના અનેક ગામમાં પક્ષીઓ માટે ચબૂતરા અને પશુઓના આશ્રય માટે પાંજરાપોળ બનાવવાનો ગૌરવાશાળી ઈતિહાસ રહ્યો છે.  પંચોત એક આદર્શ ગામ બનીને આગળ આવ્યુ છે. જેણે પશુ કલ્યાણનુ કામ પોતાના પર લીધુ છે.  અમને આશા છે કે આવનારી પેઢીઓ આ પરંપરાને યથાવત રાખશે.