સોનાથી પણ મોંઘુ વેચાય રહ્યો છે ભારતમાં મળનારુ આ અનોખુ cucumber, કિમંત જાણીને ચોંકી જશો
દુનિયામાં જુદા જુદા પ્રકારના ફળ હોય છે. જે ખૂબ જ હેલ્ધી હોય છે. સામાન્ય રીતે આ ફળોની કિમંત 500થી 800 રૂપિયા સુધી હોય છે, પણ સામાન્ય લોકોને આ ફળ મોંઘા લાગે છે. દુનિયામાં અનેક પ્રકારના ફળ અને શાકભાજી જોવા મળે છે. લોકો ખુદને ફિટ રાખવા માટે અનેક પ્રકારના ફળોનુ સેવન કરે છે. આ ફળમાં સમુદ્રી cucumberનો પણ સમાવેશ છે. જેની કિમંત પણ ઓછી હોય છે અને તે સ્વાસ્થ્ય પણ પણ સારુ હોય છે. પણ ભારતમાં એક અનોખુ કુકુમ્બર મળે છે જેની કિમંત સાંભળીને તમારા હોશ ઉડી જશે.
ભારતમાં મળનારા સમુદ્રી ખીરાની કિમંત લાખોમાં છે. તેને ખરીદવાનુ તો દૂર પણ એક સામાન્ય વ્યક્તિ તેના વિશે સપનામા પણ વિચારી શકતો નથી. આવો જાણીએ ભારતમાં વેચાતા આ અનોખા cucumber અને તેની કિમંત વિશે.. એવુ તો શુ છે આ ખીરામાં કે તે આટલુ મોંઘુ વેચાય છે.
આ વિચિત્ર ખીરાને ભારતના સમુદ્રી વિસ્તારમાં મોટા પાયા પર તસ્કરી કરવામાં આવે છે. સમુદ્રી ખીરાની તમિલનાડુમાં મોટા પાયા પર તસ્કરી થઈ રહી છે. સી કુકુમ્બર એટલે કે સમુદ્રી ખીરાની દક્ષિણ ભારત અને શ્રીલંકામાં ખૂબ તસ્કરી કરવામાં આવે છે.
આનુ નામ સાંભળીને તમે વિચારી રહ્યા હશો કે આ કોઈ સમુદ્રી શાક છેૢ પણ આ એવુ નથી આ વિશેષ પ્રકારનો એક સમુદ્રી જીવ છે. આ સમુદ્રી જીવની આંતરરાષ્ટ્રીય સ્તર પર તસ્કરી કરવામાં આવે છે.
ભારતીય તટરક્ષક દળે થોડા દિવસ પહેલા જ લુપ્તપ્રાય પ્રજાતિ સમુદ્રી કુકુમ્બરને પકડ્યા હતા. જપ્ત કરવામાં આવેલ સમુદ્રી ખીરાનુ વજન 2000 કિલોગ્રામ હતુ. જેની કિમંત 8 કરોડ રૂપિયા બતાવી હતી. હવે તમારા મનમાં સવાલ ઉભો થઈ રહ્યો છે કે છેવટે તેમા એવુ તો શુ છે કે તે આટલુ મોંઘુ વેચાય રહ્યુ છે.
આ સમુદ્રી જીવને સમુદ્રી ખીરા કે કાકડી કે પછી સી કુકુમ્બરના નામથી ઓળખવામાં આવે છે. તેના અસ્તિત્વને ખતરામાં જોતા તેના લુપ્તપ્રાય સમુદ્રી પ્રજાતિની શ્રેણીમાં સામેલ કરવામાં આવે છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવે છે કે આ જીવની કિમંત અઢી લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલાક લોકો તેને ખાવા માટે પણ તેનો ઉપયોગ કરે છે.