ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. બાળ જગત
  3. નોલેજ
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (10:28 IST)

વિજ્ઞાન - આશીર્વાદ કે અભિશાપ- વિશ્વ વિજ્ઞાન દિવસ

મુદ્દા-
1  ભૂમિકા
2  વિગ્યાનની અકલ્પ્ય સિદ્ધિઓ 
3 વિજ્ઞાનની શોધો વરદાનરૂપ ક્યારે બને 
4 વિજ્ઞાનની સિદ્ધિઓ અભિશાપ ક્યારે  બને ? 
5.ઉપસંહાર 
 
 આ જગતમાં દરેક વસ્તુને બે પાસાં હોય છે : સવળું અને અવળું દરેક ઘટનાને બે નાજુઇઓ હોય  છે હકારાત્મક અને અને નકારાત્મક . સિક્કાની બે બાજુની જેમ વિજ્ઞાન જેવું અમોધ ને અનમોલ શાસ્ત્ર પણ બે વિરોધાભાસી દૃષ્ટિબિંદુથી મૂલવવામાં આવે છે. જ્યાં "વિજ્ઞાનના શોધ-સંશોધનનો"  રચનાત્મક ઉપયોગ થાય છે . 
 
માનવજાતના કલ્યાણ માટે એ વપરાય છે ત્યાં વિજ્ઞાન "એક અમૂલ્ય વરદાન"  બનીને સૌની પ્રશંસાને પાત્ર બની જાય છે. 
 
પરંતુ એ જ વૈજ્ઞાનિક શોધો , અખતરાઓ અને પ્રયોગો  જયારે ખતરનાક બની હાય છે વિનાશનું ભયાનક સ્વરૂપ ધારન કરીને માનજાતનીહસ્તી નાબૂદ થઈ જાય. એટલી હદે ફૂલેફાલે છે ત્યારે ત્યાં "  વિજ્ઞાન એક ગોઝારો અભિશાપ" બનીને સૌની ઘૃણા ને પાત્ર બની જાય છે. 
 
વીસમી સદીમાં  કાળા માથના મા નવીને વિજ્ઞાનના સહારે શું શું નથી કર્યું ? ચંદ્ર પર માનવીની અવકાશયત્રાથી માંડીને અવનવા ઉપગ્રહો દ્વારા માનવીએ વકાશ ક્ષેત્રે જે અભૂતપૂર્વ  સિદ્ધિઓ હાંસલ કરી છે એની પાછળ વિજ્ઞાન જ કારણભૂત છે ને ? સાગરના પેટાળમાં જવાળામુખીના પેટમાં ઉત્તર ધ્રુવના નિર્જન બરફ-રણમાં, અરે ! જ્યાં સૂર્યના કિરણ  પણ નથી પહોંચી શકતા ત્યાં વિજ્ઞાનના સાધનોની મદદથી પહોંચી જઈને માણસે કેટકેટલા અણખૂલ્યા રહસ્યો ઉઘાડી નાખ્યાં છે ! 
 
વળી અનેક જીવલેણ રોગો સાધ્ય બનાવીને  , ભૂગર્ભ રેલેવ અને એક પાતા પર દોદતી રેલવેથી માંડી ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાં પહોંચાડી દે એવી અત્યંત ઝડપી વાહનોની શોધોએ તો વિજ્ઞાનની બોલબાલા કરી દીધી છે. સુખસગવડના યાંત્રિક સાધનો , કેલ્ક્યુલેટર અને કમ્પ્યૂટર ઉઅપરાંત હવે તો યંત્ર માનવ (રોબોટ)ની શોધો આવકાર્ય છે અને વિજ્ઞાન   એ માનવજાત માટે એસ્જવરનું વરદાન છે.  
 
પરંતુ એ જ વિજ્ઞાન જ્યારે જીવલેણ શસ્ત્રોનું ઉત્પાદન કરે છે , ઝેરી વાયુનું પ્રસારણ કરે છે . માનવીના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે , કુદરતની અખોટ સંપતિના ભંડારાઉં નિકંદન કાઢી નાખે છે , પીવાના પાણીને પ્રદૂષિત કરી નાખે છે. અરે ! ચોખ્ખી હવા માટે ફાંફા મારકા માનવીને મજબૂર કરી દે છે ત્યારે , ન કહેવું પડે છે કે માનવી વિજ્ઞાનના હાથે રહેંસાઈ રહ્યો છ્ર ! હાથે કરીને પોતાન પગ પર કુહાડો મારીનેપોતનું જ અસ્તિત્વ જોખમમં મૂકી રહ્યો છે . બે -બે વિશ્વયુદ્ધોએ કરેલી પાયમલી પછી પણ હજી તો એનાથી અનેકગણી સંહારરક શક્તિ ધરાવતા શસ્ત્રોનો ખડકલો વિશ્વની મહાસત્તાઓ દ્વારા થઈ ચૂક્યો છે ત્યારે નિશ્વાસ નાખીને કહેવું પડે છે . 
 
વિજ્ઞાન શાપરૂપ બનીને ત્રાટક્યું છે ! વસ્તુ વિષય એનો એજ  છે પરંતુ એના ઉપયોગનો અભિગમ દ્વિમાર્ગી છે. વૈજ્ઞાનિક શોધે જેમણે કરી છે તેમને તો આપણી લાખલાખ સલામ  ! પરંતુ એમની એ અદભુતને અન્નય શોધોને સહારે માનવજાતના અસ્તિત્વને જેઓ જોખમમાં મૂકી રહ્યા છે અને વિજ્ઞાનના માધ્યમથી વિનાશને નોતરી રહય છે  . તેમને તો  લાખલાખ ધિક્કાર! 
 
ટૂકમાં વિજ્ઞાનની રચનાત્મક અને ખંડનાત્મક સરનાત્મક કે સંહારાત્મક અસરોમાંથી માનવીએ પોતે જ વિવિકપૂર્વક પસંદગી  કરવાની છે. એટલું જ યાદ રાખવાનું છે કે , સૌના વિનાશમાં આપણો પણ વિનાશ સમાયેલો છે . તેથી માનવી જો વિજ્ઞાનની શિધિઓનો સમજપૂર્વક અબે વિવેકપૂર્વક ઉપયોગ કરશે તો જ વિજ્ઞાન માનવજાત માટે વરદાન રૂપ બની જશે !